2020ના U19 World Cup માટે ટીમ ઇન્ડિયા જાહેર, આ યુવા ખેલાડીને મળી ટીમની કમાન, જુઓ લિસ્ટ......
abpasmita.in | 02 Dec 2019 10:28 AM (IST)
બીસીસીઆઇએ ટીમની જાહેરાત કરતાં પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપ જીતની આશા વ્યક્ત કરી છે
નવી દિલ્હીઃ આગામી 2020માં રમનારા અંડર-19 વર્લ્ડકપ માટે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાની યાદી જાહેર કરી દીધી છે. 15 ક્રિકેટરોની આ ટીમમાં યુવા ક્રિકેટર પ્રિયમ ગર્ગને ટીમના કમાન સોંપવામાં આવી છે. પ્રિયમ ગર્ગની આગેવાનીમાં યુવા ભારતીય અંડર-19ની ટીમે ભારતને અનેક ઉપલબ્ધિઓ અપાવી છે. યુવા ભારતીય ટીમ U19 World Cup 2020 રમવા સાઉથ આફ્રિકા જશે. આફ્રિકાની જમીન પર ભારતીય ટીમ 19 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી, 2020ની વચ્ચે વર્લ્ડકપ ટૂર્નામેન્ટ રમશે. બીસીસીઆઇએ ટીમની જાહેરાત કરતાં પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપ જીતની આશા વ્યક્ત કરી છે. U19 World Cup 2020 માટે ટીમ ઇન્ડિયા.... પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રૂવ ચંદ બુરેલ (ઉપકેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઇ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અર્થવ અકોલકર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટિલ.