અમિત શાહના પુત્ર જય શાહ કરશે ICCની CEC બેઠકમાં BCCIનું પ્રતિનિધિત્વ
abpasmita.in | 01 Dec 2019 06:49 PM (IST)
બીસીસીઆઈના સચિવ જય શાહ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)ની મુખ્ય કાર્યકારી સમિતિની બેઠકોમાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કરશે.
નવી દિલ્હી: બીસીસીઆઈના સચિવ જય શાહ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC)ની મુખ્ય કાર્યકારી સમિતિની બેઠકોમાં બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કરશે. જેનો નિર્ણય રવિવારે એજીએમ દરમિયાન લેવામાં આવ્યો છે. 31 વર્ષના જય શાહે 23 ઓક્ટોબરે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે બીસીસીઆઈના સચિવનો પદભાર સંભાળ્યો હતો. તેમને અહીં બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન આઈસીસી બેઠક માટે બોર્ડનું પ્રતિનિધિત્વ કરવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પણ બેઠક થશે, જય શાહ તેમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરશે. આગામી આઈસીસી સીઈસી બેઠકની તારીખ અને સ્થળ હાલ તો નક્કી નથી કરવામાં આવ્યા.