Domestic Cricketers Fee Hike: બીસીસીઆઈ સચિવ જય શાહે આજે ટ્વીટ કરીને જણાવ્યું કે, બોર્ડે ઘરેલુ ક્રિકેટર્સની મેચ ફી વધારવાનો ફેંસલો કર્યો છે. જય શાહના ટ્વીટ મુજબ 40થી વધારે મેચ રમેલા ઘરેલુ ક્રિકેટર્સને હવે 60 હજાર રૂપિયા મળશે.
23થી ઓછી વયના ખેલાડીને 25 હજાર અને 19થી ઓચી વયના ક્રિકેટરોને 20 હજાર રૂપિયા મળશે. એવી પણ જાહેરાત કરવામાં આવી કે, 2019-20ની ઘરેલુ સીઝનમાં ભાગ લેનારા ક્રિકેટરોને કોવિડ-19 મહામારીના કારણે સ્થગિત થયેલી સીઝન 2020-21ના વળતળના રૂપમાં 50 ટકા વધારે મેચ ફી મળશે.
જય શાહે શું કર્યુ ટ્વીટ
બીસસીસીઆઈ સચિવ જય શાહે ટ્વીટ કરીને લખ્યું, મને ઘરેલુ ક્રિકેટર્સ માટે મેચ ફીમાં વધારાની જાહેરાત કરતા ખુશી થાય છે. સીનિયર્સ - INR 60,000 (40 મેચથી વધારે), અંડર 23 INR 25,00, અંડર 19 INR 20,000
જય શાહે વિરાટ કોહલીને કેપ્ટન્સી છોડવાની પાડી ફરજ ? જાણો સાથી ખેલાડીઓએ કોહલી સામે શું કરી હતી ફરિયાદો ?
ક્રિકેટ જગતમાં ત્યારે હંગામો થયો જ્યારે વિરાટ કોહલીએ ભાવનાત્મક પોસ્ટ મુકીને ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી. આ નિર્ણય બાદ અહેવાલો આવ્યા કે કોહલી રોહિતને વાઈસ કેપ્ટનશીપમાંથી હટાવવા ઈચ્છે છે. જો કે, આ દાવ ઉંધો પડી જતા તેણે દબાણ હેઠળ રાજીનામું આપવું પડ્યું. હવે એવા અહેવાલો આવ્યા છે કે ખેલાડીઓ કોહલીના વલણથી ખુશ નહોતા અને કેટલાક વરિષ્ઠ ક્રિકેટરોએ બીસીસીઆઈના સચિવ જય શાહને ફરિયાદ કરી હતી.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ન્યૂઝીલેન્ડ સામે WTC ફાઇનલમાં હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનું સન્માન ગુમાવ્યું છે. અખબાર ટેલિગ્રાફ અનુસાર કોહલી નિયંત્રણ ગુમાવી રહ્યો છે. તેણે આદર ગુમાવ્યો છે અને કેટલાક ખેલાડીઓ તેના વલણને પસંદ કરી રહ્યા નથી. તે હવે પ્રેરણાદાયી લીડર નથી અને તે ખેલાડીઓનું સન્માન નથી મેળવતો. કેટલીકવાર તે ખેલાડીઓ સાથે આદર સાથે વર્તન નથી કરતો.
વિરાટના નિવેદનથી ટીમ ખુશ નહોતી
ડબલ્યુટીસી ફાઇનલમાં બેટ્સમેનો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને બોલિંગની પણ આવી જ હાલત હતી. આ હાર બાદ કોહલીએ નિવેદનમાં કહ્યું હતું કે, 'ખેલાડીઓમાં તે ઈરાદો અને ભાવના નહોતી.' ટીમના ખેલાડીઓ આ નિવેદનથી ખુશ નહોતા. એટલું જ નહીં, પ્રેક્ટિસ દરમિયાન કોહલીએ કોચ પ્રત્યે ગુસ્સો પણ દર્શાવ્યો હતો. જ્યારે કોચ તેને બેટિંગ કરવાની સલાહ આપી રહ્યો હતો ત્યારે તે ગુસ્સે થયો અને કહ્યું - મને મૂંઝવશો નહીં. જ્યારે કોહલી ઇંગ્લેન્ડ સામે મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો ત્યારે મામલો વધુ વકર્યો હતો.
કોહલી પહોંચની બહાર છે, ધોની હંમેશા હાજર રહેતો
ન્યૂઝ એજન્સી IANS અનુસાર, ટીમના કેટલાક ખેલાડીઓએ ફરિયાદ કરી હતી કે ઓફ ફિલ્ડ જ્યારે કોહલી જરૂર પડે ત્યારે તે પહોંચથી બહાર હોય છે, જ્યારે ધોનીના દરવાજા 24 કલાક ટીમના ખેલાડીઓ માટે ખુલ્લા હતા. નામ ન આપવાની શરતે બીસીસીઆઈના ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, "બીસીસીઆઈના સચિવ જય શાહને ટીમના નજીકના લોકો દ્વારા આ તમામ બાબતોની જાણ કરવામાં આવી હતી અને તેમને તે ગમ્યું ન હતું. શાહે અન્ય અધિકારીઓની પણ સલાહ લીધી હતી. કેટલાક ખેલાડીઓનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો હતો અને તેમનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો હતો.
તેથી જ ધોનીને મેન્ટર બનાવવો પડ્યો
તેમણે કહ્યું, “બીસીસીઆઈ લાંબા સમયથી કોહલી-શાસ્ત્રીની પાંખો કાપવાની યોજના બનાવી રહ્યું છે અને તેની શરૂઆત ધોનીને માર્ગદર્શક (જેની કોહલીને પણ ખબર ન હતી) અને રવિચંદ્રન અશ્વિનને ટી -20 ટીમમાં નિમણૂક કરવા સાથે કરવામાં આવી હતી. અશ્વિનને તેનો અનુભવ હોવા છતાં તાજેતરમાં સમાપ્ત થયેલી ટેસ્ટ શ્રેણીમાં તક આપવામાં આવી ન હતી. આ બધી બાબતોથી જ અધિકારીઓ નાકુશ અને ગુસ્સામાં હતા.