India vs New Zealand: ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પર ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમ સામે ત્રણ મેચોની વનડે શ્રેણી અને એટલી જ મેચોની ટી-20 સીરિઝ રમશે. ન્યૂઝીલેન્ડના આ પ્રવાસનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ ટીમનો આ પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે. આ પ્રવાસની છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ રમાશે. સાથે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરાઇ છે. 






વનડે શ્રેણી ત્રણ મેચની હશે


ન્યૂઝીલેન્ડની ટીમના ભારત પ્રવાસની શરૂઆત ત્રણ મેચની વનડે શ્રેણીથી થશે. વનડે શ્રેણી 18 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાશે. જ્યારે આ શ્રેણીની બીજી વનડે 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે, જ્યારે શ્રેણીની છેલ્લી મેચ ઈન્દોરમાં રમાશે.


ટી20 શ્રેણીમાં પણ ત્રણ મેચ રમાશે


ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની T20 સીરીઝ 27 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ T20 મેચ રાંચીમાં રમાશે. T20 શ્રેણીની બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.


જાણો સંપૂર્ણ કાર્યક્રમ


પ્રથમ ODI  18 જાન્યુઆરી, હૈદરાબાદ


બીજી ODI - 21 જાન્યુઆરી, રાયપુર


ત્રીજી ODI - 24 જાન્યુઆરી, ઇન્દોર


પ્રથમ T20 - 27 જાન્યુઆરી, રાંચી


બીજી T20 - 29 જાન્યુઆરી, લખનઉ


ત્રીજી T20 - 1 ફેબ્રુઆરી, અમદાવાદ


 


ભારતે ન્યૂઝીલેન્ડની પણ મુલાકાત લીધી હતી


હાલમાં જ ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 સીરીઝ અને એટલી જ મેચોની વનડે સીરીઝ રમવા ન્યૂઝીલેન્ડ પહોંચી હતી. આ પ્રવાસમાં ભારતીય ટીમે T20 શ્રેણી જીતી હતી. તો આ સાથે જ ન્યૂઝીલેન્ડે વનડે શ્રેણી પર કબ્જો કરી લીધો હતો. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ ભારતની મુલાકાતે આવે ત્યારે યજમાન ટીમ ઇન્ડિયા કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.