BCCI announces the squad for World Test Championship: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ જૂનમાં રમાનારી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મુકાબલો અને ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝને લઈ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ ટ્વિટ કરીને આ જાણકારી શેર કરી છે. 



ટીમમાં કોઇ પણ નવા ચહેરાઓને સ્થાન મળ્યુ નથી. આશાથી વિપરીત હાર્દીક પંડ્યા (Hardik Pandya) અને ભૂવનેશ્વર કુમારને ટીમમાં પરત ફરી શક્યા નથી. જ્યારે શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહેલા ઓપનર પૃથ્વી શો ને પણ પસંદ કરવામાં આવ્યો નથી. ભારતીય ટીમ આ મહીનાના અંતમાં અથવા જૂન માસની શરુઆતમાં ઇંગ્લેંડ માટે રવાના થશે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ 18 જૂન એ સાઉથ્મપ્ટનમાં રમાનાર છે. ભારતીય પસંદગીકારાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમનારા ખેલાડીઓની સાથે સાથે, ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ ને લઇને પણ ટીમની પસંદગી કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 22 જૂને ખતમ થશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડમાં રહીને પ્રેકટીશ મેચ રમશે. ભારત ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચની સિરીઝ 4 ઓગષ્ટ થી શરુ થશે.


 


ભારતીય ટીમ: વિરોટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), આર અશ્વીન, રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ


 


જ્યારે, કેએલ રાહુલ અને સાહા (વિકેટકીપર) ને ફિટનેસ ક્લીયરન્સ પાસ કરવી પડશે.