નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની (CoronaVirus) બીજી લહેર ઘાતક રૂપ લેતા દેશમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગને (IPL 2021) અધવચ્ચેથી સસ્પેન્ડ કરવી પડી છે. બીસીસીઆઇએ (BCCI) તાત્કાલિક ધોરણે નિર્ણય લેતા આઇપીએલની 14મી સિઝનને ટાળી (IPL Suspended) દેવાની જાહેરાત કરી દીધી હતી. આ બધાની વચ્ચે ફેન્સના મનમાં એક સવાલ ઉભો થયો હતો કે હવે આઇપીએલ રમાશે કે નહીં, જો રમાશે તો ક્યારે ને ક્યાં રમાશે? જોકે હવે આઇપીએલને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડમાં (England 4 Clubs Offered) આઇપીએલની બાકીની મેચો રમાય તેવી શક્યતા છે. 


રિપોર્ટ છે કે, આઇપીએલની 14મી સિઝનની માત્ર 29 મેચ રમાઈ છે, જ્યારે 31 મેચો હજુ બાકી છે, આવામાં ઇંગ્લેન્ડના ચાર કાઉન્ટી ક્બલે ભારતને પોતાના ત્યાં બાકીની મેચો રમાડવા ઓફર કરી છે. ઈંગ્લેન્ડના 4 કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સરે, વારવિકશાયર અને લંકાશાયરે ટૂર્નામેન્ટ કરાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ભારતમાં IPL 2021 સીઝનની 30મી મેચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે રમાવવાની હતી. કોલકાતા ટીમના 2 ખેલાડી પોઝિટિવ આવ્યા બાદ મેચ અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ કરવામાં આવી છે. હવે ટાઈટ શેડ્યૂલ અને ભારતમાં કોરોની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે ટૂર્નામેન્ટ ભારતમાં રમાડવાનું શક્ય નથી. એવામાં BCCI સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટૂર્નામેન્ટ માટે વિંડો શોધી રહ્યાં છે. ટૂર્નામેન્ટની બાકીની મેચ UAEમાં થઈ શકે છે. જો કે તેની આશા ઓછી જ છે. જો IPL આ વર્ષે નહીં રમાય તો BCCIને તેનાથી 2000થી 2500 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બોર્ડ આ ટૂર્નામેન્ટને કરાવવા માટે 20 દિવસની વિંડો તપાસી રહ્યાં છે.


ઈંગ્લેન્ડમાં ટૂર્નામેન્ટ રમાવવાની આશા વધુ પ્રબળ છે, કેમકે ભારતીય ટીમને 5 ટેસ્ટની સીરીઝ માટે ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ ટૂર પર જવાનું છે. એવામાં ટીમ ઈન્ડિયા ત્યાં જ ટેસ્ટ સીરીઝ પછી સપ્ટેમ્બરના છેલ્લા 2 સપ્તાહમાં IPL પણ રમી શકે છે.