BCCI Annual Meeting 29 September: BCCIની વાર્ષિક બેઠક 29મી સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી છે, જે બેંગલુરુમાં યોજાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વર્તમાન સચિવ જય શાહ 1 ડિસેમ્બરથી ICCના નવા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. જેના કારણે BCCI સેક્રેટરીનું પદ ખાલી થવા જઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં 29મી સપ્ટેમ્બરે મળનારી બેઠકમાં નવા સેક્રેટરીના નામને મંજૂરી મળે છે કે કેમ તે જોવાનું રહેશે.
નવા સચિવ માટે ખાસ બેઠક યોજાશે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, તમામ રાજ્ય ક્રિકેટ એસોસિએશને બેઠક માટે નોટિસ મોકલી દેવામાં આવી છે. એવી અટકળો હતી કે વાર્ષિક બેઠકમાં નવા સચિવની પસંદગી થઈ શકે છે, પરંતુ હાલમાં આ વિષય એજન્ડાનો ભાગ નથી. કારણ કે નવા સચિવ 29મી સપ્ટેમ્બરની બેઠકમાં હાજર નહીં રહે. આથી બીસીસીઆઈએ હવે નવા સચિવની પસંદગી માટે વિશેષ બેઠક બોલાવવી પડશે.
18 પાનાના કાર્યસૂચિમાં નિયમિતપણે આવરી લેવામાં આવતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમ કે ICCમાં કોને પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવી જોઈએ. જય શાહ ડિસેમ્બરમાં ICCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે, તેથી બોર્ડે એવા ઉમેદવારના નામને મંજૂરી આપવી પડશે જે ICCમાં યોજાયેલી બેઠકોથી પણ પરિચિત હોય.
બીસીસીઆઈ અધ્યક્ષ મહત્વની ભૂમિકા ભજવી શકે છે
નોંધનીય બાબત એ છે કે આ વાર્ષિક બેઠક વર્તમાન BCCI પ્રમુખ રોજર બિન્નીના નિવાસ સ્થાન બેંગલુરુમાં યોજાઈ રહી છે. આ કારણોસર, નિર્ણયોમાં તેમની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ હોઈ શકે છે. બેઠકના એજન્ડામાં આઈપીએલના મુદ્દાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય બેઠકમાં ક્રિકેટ કમિટી, સ્ટેન્ડિંગ કમિટી અને અમ્પાયર કમિટી બનાવવા અંગે પણ વિચારણા થઈ શકે છે.
હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે બીસીસીઆઈ સેક્રેટરીના પદ પર તેમની જગ્યા કોણ લેશે? ICCમાં પદ સંભાળવા માટે જય શાહે BCCIનું પદ છોડવું પડશે. ઘણા નામોની ચર્ચા થઈ રહી છે પરંતુ જોવાનું એ છે કે કોને આ પદની જવાબદારી સોંપવમાં આવે છે.
આ પણ વાંચો : Watch: શુભમનએ દુલીપ ટ્રોફી મેચમાં અમ્પાયરને બેટિંગ શીખવી હતી? વીડિયોમાં જુઓ શું છે મામલો