નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેરને ધ્યાનમાં રાખીને હાલ ક્રિકેટ જગતમાં આઇપીએલ અને ટી20 વર્લ્ડકપને લઇને આયોજન અધ્ધરતાલ છે. ક્રિકેટરો, ક્રિકેટ બોર્ડ અને ફેન્સ આ ટૂર્નામેન્ટોને લઇને દ્રીઘામાં કે તે રમાશે કે નહીં? હવે આ બધાની વચ્ચે બીસીસીઆઇ સુત્રો તરફથી માહિતી છે કે, આઇપીએલને લઇને બીસીસીઆઇ ચાર જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે.

રિપોર્ટ છે કે, આઇપીએલ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે, અને બીસીસીઆઇ એવી જગ્યાઓને પ્રાથમિકતા આપી શકે છે, જ્યાં ચાર ક્રિકેટ ગ્રાઉન્ડ હોય (ફ્લડ લાઇટ વાળા), કેટલીક ફાઇવ સ્ટાર હૉટલ હોય. ઉપરાંત તે જગ્યા ચોમાસાથી પ્રભાવિત ના થવી જોઇએ, એટલુ જ નહીં આવી જગ્યાએ કોરોનાનો કેર ના હોવો જોઇએ. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સૌરવ ગાંગુલી પોતાની ટીમમે આઇપીએલના સ્થળો શોધવાનુ કહી શકે છે.



અત્યાર સુધી બીસીસીઆઇને મોટી મુશ્કેલી આઇપીએલના આયોજન માટે વિન્ડો અને તારીખોને લઇને હતી, પણ હવે આ લગભગ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે કે આઇપીએલ 13નુ આયોજન 20 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે થઇ શકે છે. હવે આઇપીએલની જગ્યા બીસીસીઆઇ માટે નવી સમસ્યા બની ગઇ છે.

બીસીસીઆઇ એક કે બે હૉટલમાં સેન્ટ્રલ બેઝ બનાવવા માગે છે, જેથી ખેલાડીઓ બસ દ્વારા સુરક્ષિત રીતે મેદાન પર પહોંચી શકે. જોકે, આઇપીએલનુ આયોજન દર્શકો વિના થશે એટલે બોર્ડને માત્ર ફ્લડ લાઇટ વાલા સ્ટેડિયમમાં જરૂર છે.

કોરોના અને ચોમાસાને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇને ઓછામાં ઓછા ત્રણ મેદાનોની જરૂર છે, બીસીસીઆઇ પાસે ચાર બેસ્ટ ઓપ્શન છે, જેમાં કર્ણાટકા, તામિલનાડુ, દુબઇ અને કોલંબો સામેલ છે. આંધ્ર પ્રદેશ પણ આઇપીએલના આયોજનની રેસમાં ડાર્ક હોર્સ સાબિત થઇ શકે છે.