નવી દિલ્હીઃ ભારતના પૂર્વ લેગ સ્પિનર અને જાણીતા કૉમેન્ટેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને આઇપીએલને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે, તેમના મતે આઇપીએલ ટી20 ફોર્મેટની સૌથી બેસ્ટ લીગ છે. આઇપીએલનુ આયોજન થવુ જોઇએ, કેમકે આમાં યુવા ક્રિકેટરોને પોતાનુ ટેલેન્ટ બતાવવાનો મોકો મળે છે.


શિવરામકૃષ્ણનએ કહ્યું કે આઇપીએલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આયોજિત થનારી બેસ્ટ ટી20 લીગ છે, અને આનુ આયોજન ફરીથી એપ્રિલ-મેમાં પણ થવુ જોઇએ. શિવરામકૃષ્ણનએ કહ્યું કે બીસીસીઆઇ જલ્દી આઇપીએલના ભવિષ્ય પર ફેંસલો લઇ શકે છે. હાલમાં અહીં ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના ફેંસલાનો ઇન્તજાર છે, ત્યારબાદ એ ખબર પડી જશે કે આઇપીએલ માટે નવી વિન્ડો મળે છે કે કેમ.



શિવરામકૃષ્ણનએ આગળ કહ્યું કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઇપીએલનુ આયોજન થાય છે, તો પણ આગામી વર્ષે ફરી એકવાર આઇપીએલ રમાડવી જોઇએ. જેનાથી ખેલાડીઓને બે વર્લ્ડકપ માટે તૈયારી મળશે. અહીં માત્ર પૈસા બીસીસીઆઇને જ નથી મળતા પણ ખેલાડીઓ, ક્રિકેટ બોર્ડ્સ અને યુવા ક્રિકેટરોને પણ મળશે.

નોંધનીય છે કે, આગામી 20 વર્લ્ડકપનુ આયોજન વર્ષ 2021માં જ કરવામાં આવી શકે છે.