Women's T20 WC 2023: આજથી ફરી એકવાર ક્રિકેટનો રોમાંચ શરૂ થઇ રહ્યો છે. ભારતીય ટીમ આજે પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ટક્કર લેવા માટે મેદાનમાં ઉતરશે. આજે બન્ને ટીમો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023 ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ રમાશે, આજની મેચ સાંજે શરૂ થશે. આ મેચમાં ભારતીય ટીમનું પલડુ પહેલાથી ભારે લાગી રહ્યું છે. જોકે, ભારતને સ્મૃતિ મંધાનાના રૂપમાં એક ફટકો લાગ્યો છે. આજે કેપ્ટન હરમનપ્રીત કૌર ફરી એકવાર દેશને વધુ એક વર્લ્ડકપ અપાવવા માટે જીતનો પ્રયાસ કરશે.
આજથી ભારતીય મહિલા ટીમ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપની શરૂઆત કરી રહી છે. આ પહેલા બન્ને વચ્ચે મેચોની હાર જીતની વાત કરીએ તો બન્ને ટીમો કુલ 13 વાર ટી20 મેચોમાં આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાં ભારતીય ટીમનું પલડુ ભારે રહ્યુ છે. ભારતે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, તો પાકિસ્તાનને માત્ર 3 મેચોમાં જ નસીબ થઇ છે.
હાલમાં બન્ને ટીમોની વાત કરીએ તો આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન ગૃપ બીમાં છે. આ ગૃપમાં ઇંગ્લેન્ડ, આયરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમો પણ સામેલ છે. પાંચ ટીમોના આ ગૃપમાં ટૉપ 2 ટીમો સેમિ ફાઇનલમાં પહોંચશે. આવામાં દરેક મેચોમાં ખાસ રણનીતિ સાથે ઉતરવુ જરૂરી બનશે.
ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
ગ્રુપ-2 -
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ
મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ -
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ