Women's T20 WC 2023: આજથી ભારત અને પાકિસ્તાન બન્ને મહિલા ટીમે એકબીજા સામે ટકરાશે. આજથી બન્ને ટીમો આ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ના અભિયાનની શરૂઆત કરશે. ઓવરઓલ ટી20 ક્રિકેટની વાત કરીએ તો ભારતીય મહિલા ટીમ પાકિસ્તાની મહિલા ટીમ પર ભારે પડી રહી છે. જોકે, આજની મેચમાં સાઉથ આફ્રિકાના મેદાનમાં રમાશે, આ મેદાનો પર ભારતીય મહિલા ટીમ કેવો દેખાવ કરે છે, તે જોવાનો રહ્યો. જાણો અહીં આ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં બન્ને ટીમોની કેવી છે ફૂલ સ્ક્વૉડ, કયા કયા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે સ્ક્વૉડમાં. જુઓ....


બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -


ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે


પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
બિસ્માહ મારુફ (કેપ્ટન), આઇમન અનવર, આલિયા રિયાઝ, આઇશા નસીમ, ફાતિમા સના, ઝાવેરિયા ખાન, મુનીબા અલી, નાશરા સંધુ, નિદા ડાર, ઓમાઇમા સોહેલ, સદફ શમસ, સાદિયા ઇકબાલ, સિદ્રા અમીન, સિદ્રા નવાઝ, તૂબા હસન.


મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ - 
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ