નવી દિલ્હીઃ આઇપીએલ માટે તમામ ટીમો યુએઇ પહોંચી ગઇ છે. દરેક ખેલાડીઓ કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે હાલ ક્વૉરન્ટાઇનમાં રહી રહ્યાં છે. તેની વચ્ચે ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સનો એક ખેલાડી કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. આ ટીમના 12 સપોર્ટ સ્ટાફ પણ સંક્રમિત છે. સૂત્રોએ આ જાણકારી આપી હતી.

સૂત્રો અનુસાર, કોરોના કેસ સામે આવ્યા બાદ ટીમનો એક સપ્તાહ માટે ક્વોરંટાઈન પીરિયડ વધારી દેવામાં આવ્યો છે. યૂએઈમાં તમામ ટીમો માટે 6 દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ છે.

તેની સમય મર્યાદા ઈકાલે સમાપ્ત થઈ રહી છે, તે પહેલાજ કોરોના કેસ સામે આવતા ટીમના ખેલાડી હાલ ક્વોરન્ટાઈનમાં જ રહેશે. તમામ ખેલાડીઓની હવે ચોથી વખત કોરોના ટેસ્ટ થશે.



આઈપીએલના એક વરિષ્ઠ સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “હાલમાં જ ભારત માટે રમનાર એક મધ્યમ ગતિનો બોલર સિવાય ફ્રેન્ચાઈજીના કેટલાક સહયોગી સભ્ય કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ મળી આવ્યા છે. ”

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર જે ભારતીય ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેનું નામ દિપક ચહર છે. જોકે બોર્ડનું કહેવું છે કે, હાલમાં કોરોનાથી આઈપીએલને કોઈ વધારે જોખમ દેખાતું નથી. જોકે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું, સીએસકેમાં કોરોનાને કેસ આવ્યા બાદ હવે કેટલીક જાહેરાતો કરવાની હતી તેને હાલમાં અટકાવી દેવામાં આવી છે.

જોકે હવે ચહરને ફરી આઈપીએલમમાં આવવા માટે 14 દિવસ સુધી કોરેન્ટાઈન રહેવું પડશે અને બે વખત કરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાના 24 કલાક બાદ જ તે ફરી આઈપીએલમાં એન્ટ્રી મળશે.