Asia Cup 2023: શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એશિયા કપ રમવા જશે? આજે આવશે મોટો નિર્ણય

Jay Shah and Najam Sethi: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ હાલમાં બહેરીનમાં છે. તેઓ ACCની મહત્વની બેઠક માટે બહેરીન ગયા છે.

gujarati.abplive.com Last Updated: 04 Feb 2023 02:24 PM
ભારતે વોશિંગટન સુંદર સહિત 4 ખેલાડીઓને આપી તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ભારતે નેટ્સ બોલર ટીમમાં વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, સૌરભ કુમાર અને સાંઈ કિશોરનો સમાવેશ કર્યો છે. આ ચારેય બોલરોએ પોતાની પ્રતિભાના આધારે નામ કમાવ્યું છે. વોશિંગ્ટન ટીમ ઈન્ડિયા માટે 16 ODI અને 4 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ ભારતે તેને નેટ બોલર તરીકે તક આપી હતી. 

દિનેશ કાર્તિક કોમેન્ટ્રી બોક્સમાં કરશે વાપસી

Dinesh Karthik Border Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નાગપુરમાં રમાશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક આ શ્રેણીમાંથી કોમેન્ટ્રી બોક્સમાં વાપસી કરશે. દિનેશ કાર્તિક અન્ય કોમેન્ટેટર્સ સાથે કોમેન્ટ્રી બોક્સનો ભાગ હશે. વાસ્તવમાં, દિનેશ કાર્તિક બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કોમેન્ટ્રી ટીમનો હિસ્સો બનશે તે હજુ નક્કી નથી થયું, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે આ સીરીઝમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે.

રમીઝ રાજાએ ધમકી આપી હતી

જય શાહના આ નિવેદન બાદ આ મુદ્દે ભારે ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરોએ BCCIના આ સ્ટેન્ડને ખોટો ગણાવ્યો હતો. તે સમયે પીસીબી ચીફ રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2023માં ભાગ નહીં લે. હાલમાં પીસીબીના નવા વડા આ મુદ્દે બીસીસીઆઈને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પાકિસ્તાન યજમાન બનવાનું હતું

એશિયા કપ 2023 માત્ર પાકિસ્તાનમાં જ યોજાવાનો હતો, પરંતુ BCCIના વાંધાને કારણે હવે તેની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. વાસ્તવમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા દોઢ દાયકાથી ખરાબ સંબંધ છે. આ દોઢ દાયકામાં ભારતીય ટીમ એક પણ વખત પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી. આવી સ્થિતિમાં જ્યારે એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાની વાત ચાલી રહી હતી ત્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં જય શાહે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય.

બીસીસીઆઈનું વલણ બદલાવાનું નથી

જો કે, પાકિસ્તાન માટે એશિયા કપ 2023ની યજમાની કરવી લગભગ અશક્ય લાગે છે. કારણ કે ભારતીય ટીમના પાકિસ્તાન જવાની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં એશિયા કપને UAE અથવા શ્રીલંકામાં શિફ્ટ કરી શકાય છે. પીટીઆઈના અહેવાલમાં બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'જય શાહ હાલમાં ACCની બેઠક માટે બહેરીનમાં છે. બીસીસીઆઈનું વલણ બદલાવાનું નથી. અમે પાકિસ્તાન નહીં જઈએ કારણ કે અમને સરકાર તરફથી જવાની પરવાનગી મળી નથી.

બ્રેકગ્રાઉન્ડ

Jay Shah and Najam Sethi: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ હાલમાં બહેરીનમાં છે. તેઓ ACCની મહત્વની બેઠક માટે બહેરીન ગયા છે. આ બેઠક એશિયા કપ 2023ની યજમાનીને લઈને નિર્ણય થઈ શકે છે. અહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ નજમ સેઠી પાકિસ્તાનના હોસ્ટિંગ રાઇટ્સનો મામલો જય શાહની સામે રાખશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.