ICC: બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને આઈસીસીમાં મોટી જવાબદારી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, BCCI સેક્રેટરી જય શાહની આઈસીસીમાં ફાયનાન્સ એન્ડ કોમર્સિયલ એફેર્સ કમિટીના હેડ તરીકે પસંદગી કરવામાં આવી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે ચૂંટ્યા હતા. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. આ સમિતિના વડા ICC બોર્ડના સભ્ય છે. એટલે કે જય શાહની ચૂંટણી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે.
ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે શનિવારે સર્વસંમતિથી બીજા કાર્યકાળમાં આઈસીસીના ચેરમેન તરીકે ચુંટાયા છે. બોર્ડની બેઠકમાં, બાર્કલે સિવાય, BCCI સેક્રેટરી જય શાહને ICCની શક્તિશાળી નાણા અને વ્યાપારી બાબતોની સમિતિના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બાર્કલેનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. ઝિમ્બાબ્વેના તાવેન્ગવા મુકુહલાનીની પીછેહઠ બાદ બાર્કલી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
2020માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા
ગ્રેગ બાર્કલીને નવેમ્બર 2020માં ICCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તે અગાઉ ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચેમ્બરમેન અને 2015માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપના ડિરેક્ટર હતા. બાર્કલેએ તેની પુનઃનિયુક્તિ પર કહ્યું, "ચેયરમેન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ફરીથી ચૂંટાયા એ એક સન્માનની વાત છે અને હું મારા સાથી ICC નિર્દેશકોને તેમના સમર્થન માટે આભાર માનું છું,"
તેઓ બિનહરીફ ચૂંટાયા એટલે કે 17 સભ્યોના બોર્ડમાં તેમને BCCIનું સમર્થન પણ હતું. શાહને ICCની સૌથી મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષપદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિ તમામ મુખ્ય નાણાકીય નીતિના નિર્ણયો લે છે જે પછી ICC બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવે છે.
આવતીકાલે ટી20 વર્લ્ડકપની ફાઈનલ
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં રવિવારે એટલે કે 12 નવેમ્બરે, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ આમને સામને થવાના છે. આ વખતે બન્ને ટીમો ગ્રાઉન્ડ પર ટી20 ચેમ્પીયન બનવા માટે ટકરાશે. પાકિસ્તાને (Pakistan) ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી, તો ઇંગ્લેન્ડે ભારતને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે. બન્ને ટીમોએ ઘણા વર્ષો બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, હવે આગામી રવિવારે બન્ને ટીમો પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રૉફી માટે જંગ ખેલાશે, ખાસ વાત છે કે બન્ને ટીમો ગૃપ સ્ટેજ મેચો સુપર 12 રાઉન્ડમાં બીજા નંબરની ટીમો છે, જ્યારે પ્રથમ નંબરની બન્ને ટીમો ઘરભેગી થઇ ગઇ છે.