India vs Australia, 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં અત્યારે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી છે. ચોથા દિવસે છે અને હજુ સુધી પ્રથમ ઇનિંગ જ રમાઇ રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક ખાસ વાત સામે આવી છે. ભારતીય ટીમની એક પછી એક વિકેટો પડી રહી છે, પરંતુ હજુ સુધી સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર બેટિંગ કરવા મેદાનમાં નથી આવ્યો. 


શ્રેયસ અય્યર હજુ સુધી બેટિંગ કરવા નથી આવી રહ્યો તેને લઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે, અને દરેક લોકો જાણવા માંગે છે કે, આ છેવટે થયુ શું છે ? હવે આનો જવાબ ખુદ બીસીસીઆઇએ આપ્યો છે.  


શ્રેયસ અય્યરને લઇને ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા અપડેટમાં બતાવવામાં આવ્યુ છે કે, ત્રીજા દિવસની રમત બાદ શ્રેયસ અય્યરને પીઠમાં દુઃખાવો થયો હતો, જેના કારણે તેને અત્યારે મેડિકલ ટીમની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. ચોથા દિવસે પણ હજુ શ્રેયસ અય્યર મેદાનમાં નથી આવ્યો, અને તેના મેદાનમાં આવવાના ચાન્સ પણ બહુ ઓછા છે. શ્રેયસ અય્યરને અત્યારે સ્કેન માટે લઇ જવામાં આવ્યો છે. 


હવે બીસીસીઆઇના અપડેટ બાદ સંશય બનેલો છે કે શું શ્રેયસ અય્યર ચોથી ટેસ્ટમાં આગળ રમશે કે નહીં. જો તે નથી રમતો તે ટીમ ઇન્ડિયા માટે મોટુ નુકશાન સાબિત થઇ શકે છે. 


પહેલી ટેસ્ટમાં પણ નહતો રમી શક્યો શ્રેયસ અય્યર -
આ ટેસ્ટ સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં પણ શ્રેયસ અય્યર પીઠની સમસ્યાના કારણે ન હતો રમી શક્યો. જે પછી NCA એ જ્યારે તેને સીરીઝની બીકીની ટેસ્ટ મેચ રમવા માટે પુરેપુરી રીતે ફિટ જાહેર કર્યો હતો, તો તે દિલ્હી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ બન્યો હતો. હવે ચોથી ટેસ્ટમાં ફરી એકવાર તે સમસ્યાનો શિકાર બન્યો છે. 


 


Virat Kohli Century: 1204 દિવસ બાદ વિરાટની સદી, ટેસ્ટમાં ફટકારી પોતાની 28મી સેન્ચૂરી


વિરાટ કોહલીનું 28મી ટેસ્ટ શતક  -
વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે 7મી વાર ત્રણ અંકોના સ્કૉર સુધી પહોંચ્યો છે. ચોથા દિવસે વિરાટે 241 બૉલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેને માત્ર 5 જ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત તેને તમામ રન દોડીને લીધા હતા. 


વિરાટ કોહલીની આ સદી ત્રણ વર્ષ બાદ અને 41 ઇનિંગના ઇન્તજાર બાદ આવી હતી. વિરાટે પોતાની 27મી સદી અને 28મી સદી વચ્ચે કુલ 41 ઇનિંગ રમી હતી, આ પછી તેને સદી ઠોકી હતી. જોકે, આ પહેલા તેને અફઘાનિસ્તાન વિરુ્દ્ધ ટી20માં અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સેન્ચૂરી ઠોકી હતી.