India vs South Africa: આજે રાજકોટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી ટી-20 મેચ રમાશે. પાંચ મેચોની આ શ્રેણીમાં યજમાન ભારતથી દક્ષિણ આફ્રિકા 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આજે હારશે તો શ્રેણી ગુમાવશે. જો કે ટીમ ઈન્ડિયા સિવાય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર માટે પણ આ મેચ ઘણી મહત્વની છે. ભુવી આ મેચમાં મોટો રેકોર્ડ બનાવી શકે છે.


ભુવનેશ્વરને ઈતિહાસ રચવાની તક
દક્ષિણ આફ્રિકા સામેની ચોથી T20માં પાવરપ્લે દરમિયાન વિકેટ લીધા બાદ ભુવનેશ્વર કુમાર T20 ઇન્ટરનેશનલમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. આ કિસ્સામાં, તે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટિમ સાઉથી અને વેસ્ટ ઈન્ડિઝના લેગ સ્પિનર ​​સેમ્યુઅલ બદ્રીને પાછળ છોડી દેશે.


ટિમ સાઉથીને પાછળ છોડી દેશે ભુવી
અત્યાર સુધી આ રેકોર્ડ લિસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝનો સેમ્યુઅલ બદ્રી નંબર વન અને ન્યુઝીલેન્ડનો ટિમ સાઉથી બીજા નંબર પર છે. બંનેના નામે 33-33 વિકેટ છે. આ સાથે ભુવીના નામે પણ 33 વિકેટૉ છે. જો કે, આ બધામાં માત્ર ભુવનેશ્વર જ છે, જેણે પાવરપ્લેમાં 6 કરતા ઓછી ઈકોનોમી સાથે રન આપ્યા છે. ભુવીએ T20 ઇન્ટરનેશનલની 60 ઇનિંગ્સમાં 5.66ની ઇકોનોમીમાં 33 વિકેટ લીધી છે.


ભુવીએ બીજી T20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ભલે ટીમ ઈન્ડિયા કટકમાં રમાયેલી બીજી T20 હારી ગઈ હતી, પરંતુ તે મેચમાં ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કટક ટી-20માં ભુવીએ તેની ચાર ઓવરમાં માત્ર 13 રન આપીને ચાર મોટી વિકેટ લીધી હતી. તો બીજી તરફ, ત્રીજી T20 મેચમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી.


બન્નેની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ટીમ ઇન્ડિયા 
ઋષભ પંત (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશે ખાન.


દક્ષિણ આફ્રિકા ટીમ
ડેવિડ મિલર, રાશી વાન ડેર ડૂસેન, તેમ્બા બવુમા (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રીટૉરિયસ, એનરિક નૉર્ટ્ઝે, કગિસો રબાડા, કેશવ મહારાજ, તબરેજ શમ્સી, વેન પાર્નેલ.