Virat Kohli LBW DRS: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની વચ્ચે દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલી (Virat Kohli) ને આઉટ આપવાને લઇને વિવાદ ઉઠ્યો છે, ફેન્સ એમ્પાયર્સ પર આરોપ લગાવી રહ્યા છે કે, તેઓ વિરાટ કોહલીને સપોર્ટ નથી કરી રહ્યાં. લોકો વિરાટના આઉટ આપવાના ડિસીઝન પર સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ફેન્સનું કહેવુ છે કે, એમ્પાયર્સ ક્યારેય પણ વિરાટને સપોર્ટ નથી કરતાં. 


દિલ્હી ટેસ્ટમાં વિરાટ કોહલી ઠીક ઠાક લયમાં દેખાઇ રહ્યો હતો, લાંબા સમય બાદ તેને ટેસ્ટ ક્રિકેટમાં એટલા મોડે સુધી પીચ પર ટકેલો જોવામાં આવ્યો. તે 83 બૉલ પર 44 રન બનાવીને રમી રહ્યો હતો, તે સમયે ઓસ્ટ્રેલિયન સ્પીનર મેથ્યૂ કહુનમેનના એક બૉલ પર વિરાટ ચૂકી ગયો અને તે બૉલ પેડ પર વાગ્યો. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અપીલ કરી અને વિરાટને આઉટ આપી દેવામાં આવ્યો. જોકે, વિરાટે તરત જ DRS લઇ લીધો અને તે આશ્વત હતો કે પહેલા બેટની કિનારી અડી છે. 


રિપ્લેમાં સામે આવ્યુ કે, બૉલ જ્યારે બેટની પાસેથી નીકળ્યો તો અલ્ટ્રાએજમાં સ્પાઇક આવ્યુ, પરંતુ તે સયમ બૉલ પેડ સાથે પણ ટકરાઇ રહી હતી, અને બેટથી ટકરાવવાની ટાઇમિંગમાં કોઇ અંતર ન હતુ દેખાઇ રહ્યુ. આવામાં ટીવી એમ્પાયરે આને એમ્પાયર્સ કૉલ કૉલ ગણાવી દીધો. જ્યાં મેદાની એમ્પાયરે પેવેલિયન જવા માટે ઇશારો કરી દીધો છે. આ પછી સોશ્યલ મીડિયા પર ફેન્સના જોરદાર રિએક્શન્સ સામે આવ્યા. જુઓ.... 


















--


વિરાટની એવરેજ ટેસ્ટમાં ઘણી ઓછી


ટેસ્ટ ફોર્મેટમાં વિરાટ કોહલી કેટલો ખરાબ સમય પસાર કરી રહ્યો છે તેનો અંદાજ આંકડા પરથી લગાવી શકાય છે.  આ આંકડા એવા પાંચ બેટ્સમેનના છે જેમણે ટોપ-7માં બેટિંગ કરતી વખતે ઓછામાં ઓછી 25 ઇનિંગ્સ રમી હોય.


સૌથી ઓછી ટેસ્ટ એવરેજ ધરાવતા 5 ખેલાડીઓ


આ યાદીમાં સૌથી ઉપર વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરનું નામ છે. તેણે 2020 થી ટેસ્ટ ફોર્મેટમાં માત્ર 22.83ની એવરેજથી રન બનાવ્યા છે.


અજિંક્ય રહાણે આ યાદીમાં બીજા ક્રમે છે, જેણે 2020થી 24.08ની એવરેજથી રન બનાવ્યા છે.


આ યાદીમાં ત્રીજા નંબરે વેસ્ટ ઈન્ડિઝનો જોન કેમ્પબેલ છે. તેણે આ અંતરાલમાં 24.58ની એવરેજથી ટેસ્ટ રન બનાવ્યા છે.


આ યાદીમાં ચોથા નંબર પર વિરાટ કોહલીનું નામ આવે છે. વિરાટે 2020થી માત્ર 25.80ની એવરેજથી ટેસ્ટ રન બનાવ્યા છે.


આ યાદીમાં પાંચમા નંબરે ઈંગ્લેન્ડના રોરી બર્ન્સનું નામ છે. તેણે 2020 થી ટેસ્ટ ફોર્મેટમાં 27 ની એવરેજથી રન બનાવ્યા છે.