IND vs AUS 2nd Test: બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ઓસ્ટ્રેલિયાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ધાકડ ઓપનર ડેવિડ વૉર્નર (David Warner) દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. મોહમ્મદ સિરાજની બેક ટૂ બેક બાઉન્સર બૉલથી ઇજાગ્રસ્ત થઇ ગયો છે. તે હવે ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. તે હવે આ ટેસ્ટમાં રમવા માટે ફિટ નથી રહ્યો. તેની જગ્યાએ ટીમમાં મેટ રેનેશૉની એન્ટ્રી થઇ ગઇ છે.  


દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, અહીં શરૂઆતમાં જ ડેવિડ વૉર્નરને મોહમ્મદ સિરાજની કેટલાક ઉપર આવતા બૉલથી ઇજા થઇ હતી. વળી, આ બધાની વચ્ચે એક બૉલ સીધો ડેવિડ વૉર્નરના હેલમેટ પર આવીને વાગ્યો. જોકે આમ છતાં ડેવિડ વૉર્નર પીચ પર રહ્યો, પરંતુ જેવો તે આઉટ થયો તે પછી તાત્કાલિક તેનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યો અને પછી કનકશન ટેસ્ટ બાદ તેને દિલ્હી ટેસ્ટમાંથી બહાર કરવાનો ફેંસલો લેવામાં આવ્યો.  


ડેવિડ વૉર્નરની જગ્યાએ મેટ રેનેશૉ - 
ડેવિડ વૉર્નર આ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 44 બૉલ પર 15 રન બનાવીને આઉટ થઇ ગયો હતો, પહેલી વિકેટ માટે તેને અને ઉસ્માન ખ્વાઝાની વચ્ચે 50 રનની ભાગીદારી થઇ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 263 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. હવે ડેવિડ વૉર્નરની જગ્યાએ ટેસ્ટમાં મેટ રેનેશૉને સામેલ કરવામાં આવ્યો છે. હવે બીજી ઇનિંગમાં ડેવિડ વૉર્નરની જગ્યાએ મેટ રેનેશૉ રમતો દેખાશે. 


 




ઓસ્ટ્રેલિયા 263 રનમાં ઓલઆઉટ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચનો આજથી દિલ્હીમાં પ્રારંભ થયો છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 78.4 ઓવરમાં 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ઉસ્માન ખ્વાજાએ સર્વાધિક 81 રન બનાવ્યા હતા. પીટર હેંડસકોમ્બ 72 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમીંસે 33 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શમીએ 60 રનમાં 4, જાડેજાએ 68 રનમાં 3 અને અશ્વિને 57 રનમાં 3 વિકેટ લીધી હતી.


ભારત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા (કે.), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ


ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવનઃ ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન