Usman Khawaja Catch Viral: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ઇન્દોર ટેસ્ટમાં અત્યારે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, બીજો દિવસ ભારતીય ટીમ માટે એકદમ ખરાબ રહ્યો છે. આ દિવસો ભારતીય ટીમ બીજીવાર 200 રનની અંદર ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 163 રન જ બનાવી શકી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 76 રનોનો નજીવો ટાર્ગેટ મળ્યો છે. બીજા દિવસનો એક વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કાંગારુ ફિલ્ડર ઉસ્માન ખ્વાઝાનો છે. ખ્વાઝાએ અદભૂત કેચ પકડ્યો છે. 


ખ્વાઝાએ શ્રેયસ અય્યરનો અદભૂત કેચ પકડ્યો  - 
ટીમ ઇન્ડિયા માટે બીજી ઇનિંગમાં શ્રેયસ અય્યરે 27 બૉલમાં 26 રનોની ઇનિંગ રમી હતી, ખરેખરમાં ઇન્ડિયા માટે આજનો દિવસ મુશ્કેલ હતો, આ સ્થિતિમાં અય્યર સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ ઉસ્માન ખ્વાઝાએ શાનદાર કેચ પકડ્યો અને તેને પેવેલિયન ભેગુ થવુ પડ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક 38મી ઓવર નાંખી રહ્યો હતો, આ ઓવરના બીજા બૉલ પર તેને શ્રેયસ અય્યરને ખ્વાઝાના હાથોમાં ઝીલાવી દીધો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાને પાંચમો ઝટકો લાગ્યો હતો. 


હવામાં ઉડીને પકડ્યો કેચ  -
ખરેખરમાં, અય્યર જ્યારે ફ્લિક કરવા ગયો તો બૉલ ખ્વાઝાથી ખુબ દુર નીકળી રહ્યો હતો, પરંતુ ચતુર ચાલક ખ્વાઝાએ તેના પર ડાઇવ મારી અને પોતાની ડાબી બાજુએ કુદકો મારીને તેને હવામાં જ અદભૂત રીતે કેચ પકડી લીધો હતો. આ કેચ જોઇને શ્રેયસ અય્યર પણ ચોંકી ગયો હતો. આનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.


 














--