IND vs SA, 2nd ODI: સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને બીજી વન-ડેમાં સાત વિકેટથી હાર આપી હતી. આ જીત સાથે સાઉથ આફ્રિકાએ સીરિઝમાં 2-0ની અજેય લીડ હાંસલ કરી લીધી છે. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને સાઉથ આફ્રિકાની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
સીરિઝ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે એકવાર ફરી મિડલ ઓવર્સમાં બેટ અને બોલથી ટીમ સારુ પ્રદર્શન કરી શકી નહીં. સાથે રાહુલે ત્રીજી વન-ડેમાં ટીમમાં ફેરફારને લઇને કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. ત્રીજી વન-ડે રવિવારે કેપટાઉનમાં રમાશે.
રાહુલે પ્રેસ કોન્ફ્રરન્સમાં કહ્યું કે મને લાગે છે કે તે ઘરઆંગણે સારુ ક્રિકેટ રમી રહ્યા છે અને અમે સતત ભૂલો કરી રહ્યા છીએ. આ અમારા માટે એક પાઠ છે. આશા છે કે અમે આગળ વધવામાં સફળ રહીશું. મિડલ ઓવર્સમાં અમારે બોલિંગમાં સારુ પ્રદર્શન કરવાની જરૂર છે.
બુમરાહની પ્રશંસા કરતા રાહુલે કહ્યું કે જસપ્રીત અમારા માટે સ્ટેન્ડઆઉટ બોલર રહ્યો છે અને ચહલે આજે સારી બોલિંગ કરી છે. મેદાન પર ઉર્જા ખૂબ સારી રહી. બાયો બબલમાં રહેવું શરીર માટે ખૂબ મુશ્કેલ છે. અમે પડકારોને પ્રેમ કરીએ છીએ. હાલમાં એમ કહેવું મુશ્કેલ છે કે આગામી વન-ડે માટેની ટીમમાં ફેરફાર થશે કે નહીં.
Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....
iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........