નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં પોતાની જુની લયમાં નથી લાગી રહી. હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર છે અને ટેસ્ટ સીરીઝ ગુમાવ્યા બાદ હવે વનડે સીરીઝ પણ ગુમાવી ચૂકી છે. ખાસ વાત છે કે ટી20 વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાની કેપ્શનશીપ બદલાઇ ગઇ છે. કોહલીને હટાવીને રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે, પરંતુ રોહિત શર્માની ગેરહાજરીમાં હાલમાં વનડે સીરીઝમાં કેએલ રાહુલ કેપ્ટનશીપ કરી રહ્યો છે. હાર બાદ ટીમ ઇન્ડિયા પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ કૉમેન્ટ કરી છે. કનેરિયાએ કહ્યું કે ભારતીય ટીમ હાલમાં બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. 


બે ગૃપમાં વહેંચાઇ ટીમ ઇન્ડિયા-
પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ દાવો કર્યો છે કે પાર્લમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે સીરીઝમાં હાર દરમિયાન ભારતીય ટીમનુ ડ્રેસિંગ રૂમ જુદુ જ દેખાયુ. બે ભાગમાં વહેંચાયેલુ દેખાયુ. દાનિશ કનેરિયાએ કહ્યું કે, એક સ્ટેન્ડ ઇન કેપ્ટન કેએલ રાહુલની તરફ તો બીજુ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે. રાહુલ અને કોહલી બન્ને અલગ અલગ બેઠા હતા, એટલુ જ નહીં કોહલી મૂડમાં ન હતો દેખાઇ રહ્યો. દાનિશ કનેરિયાએ આ વાતનો ખુલાસો પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો મારફતે કર્યો છે. જોકે, દાનિશ કનેરિયા કહ્યું કે આ ભારતીય ટીમ છે, તે મજબૂતી સાથે વાપસી કરશે. 


દક્ષિણ આફ્રીકાએ બીજી વનડેમાં જીત મેળવી સીરીઝ પર કર્યો કબજો, ભારતનું પ્રદર્શન નિરાશાજનક
ભારત અને આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથણ  બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકા સામે 288 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેના જવાબમાં આફ્રિકાની ટીમે 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ હાંસિલ કર્યો છે. સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી છે.  પાવરપ્લે અને મિડલ ઓવરમાં ભારતીય બોલર્સનું શરમજનક પ્રદર્શન રહેતા ટીમ જરૂર હતી ત્યારે વિકેટ ઝડપી  શકી નહી. પરિણામે સાઉથ આફ્રિકન બેટ્સમેનોએ સરળતાથી ટાર્ગેટ હાંસિલ કરી મેચ જીતી સિરીઝમાં 2-0ની લીડ મેળવી છે. 


ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, ઋષભ પંત,  શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.


દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), યાનમન મલાન, ક્વિન્ટન ડિકોક , એડન માર્કરમ, રેસી વેન ડર ડુસેન, ડેવિડ મિલર, એન્ડીલે ફેહુલકવાયો, સિસાંદ મગાલા, કેશવ મહારાજ, લુંગી એનગિડી, તબરેઝ શમ્સી.


આ પણ વાંચો........


India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ


ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત


ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?


રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?


35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું