શાર્દૂલની બેટિંગથી ચોંકી ગયો કોહલી, મેચ બાદ આ તસવીર ટ્વીટ કરીને બોલ્યો- 'તુજે માન ગયે ઠાકુર'
abpasmita.in | 23 Dec 2019 12:02 PM (IST)
શાર્દૂલે આવતા જ કેરેબિયન બૉલરોની ધૂલાઇ કરી, શાર્દૂલે 6 બૉલમાં એક છગ્ગો અને બે ચોગ્ગા સાથે આક્રમક 17 રન બનાવ્યા હતા. આ જોઇને કોહલી પણ ચોંકી ગયો હતો
કટકઃ ગઇકાલે સીરીઝની અંતિમ અને નિર્ણાયક વનડેમાં ભારતે ચાર વિકેટે જીત મેળવી. જોકે, આ મેચમાં એકસમયે ભારતની હારની શક્યતા વધી ગઇ હતી ત્યારે કોહલી આઉટ થયો હતો. કોહલીના આઉટ થયા બાદ મેદાન પર આવેલા શાર્દૂલ ઠાકુરે પોતાની બેટિંગથી બધાને ચોંકાવ્યા હતા. શાર્દૂલ ઠાકુરે જાડેજા સાથે મળીને શાનદાર બેટિંગ કરી અને ભારતને જીત અપાવી હતી. શાર્દૂલે આવતા જ કેરેબિયન બૉલરોની ધૂલાઇ કરી, શાર્દૂલે 6 બૉલમાં એક છગ્ગો અને બે ચોગ્ગા સાથે આક્રમક 17 રન બનાવ્યા હતા. આ જોઇને કોહલી પણ ચોંકી ગયો હતો. મેચ બાદ કોહલીએ શાર્દૂલ ઠાકુરના વખાણ કરતાં કહ્યું કે, 'તુજે માન ગયે ઠાકુર'.. કેપ્ટન કોહલીએ શાર્દૂલ અને જાડેજાની ભરપુર પ્રસંશા કરી હતી. કેપ્ટને શાર્દૂલ સાથેની એક તસવીર શેરને ટ્વીટ કર્યુ હતુ કે 'તુજે માન ગયે ઠાકુર'