IPLમાં બોલી લાગી તો ખુશ થયેલા આ ખેલાડીએ પોતાના પિતાને ગિફ્ટમાં આપી નવી કાર, જાણો વિગતે
abpasmita.in | 23 Dec 2019 11:41 AM (IST)
કેરેબિયન ક્રિકેટર ફેબિયન એલને આઇપીએલ 2020માં પોતાના પર બોલી લાગ્યા બાદ પોતાના પિતાને એક નવી કાર ગિફ્ટ કરી છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હરાજી પુરી થઇ ગઇ છે, આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓએ પોતાના બજેટ પ્રમાણે ખેલાડીઓને ખરીદી લીધા છે. આમાં એક એવુ પણ નામ સામેલ છે, જેને આ બોલી બાદ પોતાના પિતાને કાર ગિફ્ટ કરી છે. આ ખેલાડી બીજો કોઇ નહીં પણ વેસ્ટ ઇન્ડિઝનો ક્રિકેટર ફેબિયન એલન છે. કેરેબિયન ક્રિકેટર ફેબિયન એલને આઇપીએલ 2020માં પોતાના પર બોલી લાગ્યા બાદ પોતાના પિતાને એક નવી કાર ગિફ્ટ કરી છે. ફેબિયન એલનને આ વખતે 50 લાખની રકમ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. 2018માં ફેબિયન એલને વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ગિફ્ટને તે પોતાની કેરિયરની સફળતા ગણી રહ્યો છે. ફેબિયન એલને પોતાના પિતાને નવી કારની ગિફ્ટ, એટલે કે ચાવી આપતી એક તસવીર શેર કરી છે. એકબાજુ જુની કાર પણ દેખાઇ રહી છે. તસવીરમાં ફેબિયન એલન, તેના પિતા અને જુની કાર સાથે નવી કાર પણ નજરે પડી રહી છે.