નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે તાજેતરમાં જ ડૉક્ટર ધનશ્રી વર્મા સાથે સગાઇ કરી લીધી છે. તેને આ વાતની જાણકારી લૉકડાઉન દરમિયાન સોશયલ મીડિયા દ્વારા ફેન્સને આપી હતી. ચહલ હાલ આઇપીએલ રમવા માટે યુએઇમાં છે, અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમમાંથી રમી રહ્યો છે. પરંતુ બીજીબાજુ તેની મંગેતર ધનશ્રી વર્મા સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ધનશ્રીનો એક ડાન્સ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ચૂડિયા ગીત પર ડાન્સ કરી રહી છે.


ધનશ્રી વર્માનો આ વીડિયો જુનો છે પરંતુ ફેન્સને તેનો ડાન્સ ખુબ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ધનશ્રી એક્ટર જેકી ભગનાની સાથે ચૂડિયા ગીત પર શાનદાર ડાન્સ કરતી દેખાઇ રહી છે. આ વીડિયો ધનશ્રીના ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યો છે. વીડિયો પર કૉમેન્ટ કરીને લોકો ધનશ્રી અને જેકીના જબરદસ્ત ડાન્સ મૂવ્સની પ્રસંશા કરી રહ્યાં છે.



ખાસ વાત છે કે યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે, અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે.

ઉલ્લેખનીય છે કે, ચહલે 8મી ઓગસ્ટે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.



આ પહેલા પણ ધનાશ્રીના જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થઇ ચૂકયા છે, થોડા સમય પહેલા ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમા ડાન્સ દરમિયાન ધનશ્રી જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી હતી. ધનશ્રીએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલુ છે, અને લાંબા વાળ ખુબસુરતીમં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા.



આ અગાઉ પણ ધનશ્રી વર્મા એક એરપોર્ટ પર વેટિંગ લાઉન્ઝમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, તે સમયે તેને પીપીઇ કિટ પહેરેલી હતી, અને તે ટોની કક્કડના પંજાબી ગીત પર કુર્તા પાયજામા પર ડાન્સ કરી રહી હતી.