Dhanashree dance video: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે. ફરી એક વખત ધનશ્રી વર્મા પોતાના હોટ ડાન્સના કારણે ચર્ચામાં છે.
ધનશ્રીનો એક ડાન્સ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ગીત પર ડાન્સ કરી રહી છે. ધનશ્રી વર્માએ આ વીડિયો હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે હોટ અંદાજમાં ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરતી જોવા મળે છે. ધનશ્રીના ચાહકોને તેનો આ ડાન્સ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં ધનશ્રી શાનદાર ડાન્સ કરતી દેખાઇ રહી છે. ધનશ્રીના ડાન્સ વીડિયો પર ચાહકો કૉમેન્ટ કરીને લોકો ધનશ્રીના ડાન્સ મૂવ્સની પ્રસંશા કરી રહ્યાં છે.
ધનશ્રી ખૂબ જ સારી ડાન્સર છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ધનશ્રી વર્મા પ્રૉફેશનલ કૉરિયાગ્રાફર છે અને સોશ્યલ મીડિયા પર તેની ખુબ મોટુ સંખ્યામાં ફેન ફોલોઇંગ છે. ધનશ્રી વર્મા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે.
આ પહેલા પણ ધનાશ્રીના જબરદસ્ત ડાન્સ વીડિયો વાયરલ થઇ ચૂકયા છે, થોડા સમય પહેલા ધનશ્રી વર્માનો 'દારુ બદનામ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમા ડાન્સ દરમિયાન ધનશ્રી જબરદસ્ત ઠુમકા લગાવતી દેખાઇ રહી હતી. ધનશ્રીએ વ્હાઇટ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેરેલુ છે, અને લાંબા વાળ ખુબસુરતીમં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા.
આ અગાઉ પણ ધનશ્રી વર્મા એક એરપોર્ટ પર વેટિંગ લાઉન્ઝમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો, તે સમયે તેને પીપીઇ કિટ પહેરેલી હતી, અને તે ટોની કક્કડના પંજાબી ગીત પર કુર્તા પાયજામા પર ડાન્સ કરી રહી હતી.