Asia Cup 2022: ભારતીય ટીમને યુએઇમાં રમનારી એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ અને ટી20 વર્લ્ડકપ 2022 પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટી20નો ખતરનાક બૉલર હર્ષલ પટેલ ઇજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. આગામી 27 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત થઇ રહી છે. આવામાં આ બૉલરની ખોટ ટીમ ઇન્ડિયાને વર્તાશે. 


તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર, ગુજરાતી બૉલર હર્ષલ પટેલને ઇજા ગંભીર હોવાના કારણે ટીમમાંથી બહાર થવુ પડ્યુ છે. હર્ષલ પટેલે વર્ષ 2021ના ટી20 વર્લ્ડકપમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને શાનદાર બૉલિંગ પણ કરી હતી. હર્ષલ પટેલ ડેથ ઓવરમાં બુમરાહની સાથે શાનદાર રીતે બૉલિંગ કરી શકે છે, જેનો લાભ ટીમ ઇન્ડિયાને અનેક વાર મળી ચૂક્યો છે. પરંતુ ઇજા થવાના કારણે હવે તેને કમ સે કમ એક મહિનાથી વધુનો આરામ જરૂરી છે.


રિપોર્ટ છે કે, હર્ષલ પટેલ ઇજાના કારણે વેસ્ટ ઇન્ડિઝ સીરીઝમાંથી પહેલાથી જ બહાર થઇ ગયો હતો, હવે એશિયા કપ અને બાદમાં ટી20 વર્લ્ડકપમાં પણ રમવુ લગભગ નહીંવત છે. હર્ષલ પટેલને સાઇડ સ્ટ્રેનની ઇજા થઇ છે, જેના કારણે ફિટ થવા માટે વધુ સમય લાગી શકે છે. બીસીસીઆઇ આ ખબરની પુષ્ટી પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી કરી છે. 


હર્ષલ પટેલ પોતાની શાનદાર બૉલિંગના કારણે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો, જેને બહુ જ ઓછા સમયમાં પોતાના શાનદાર પરફોર્મન્સથી સિલેક્ટરોને ચોંકાવી દીધા હતા.


આ પણ વાંચો....... 


સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ


રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા


કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા


નિલા સ્પેસીસ મેટાવર્સની મદદથી ગિફ્ટ સિટી ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્યદર્શન કરાવ્યું


Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ