CWG, 2022 India Women vs Australia Women, Final: બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે. હવે ભારતીય મહિલાઓની અગ્નિપરીક્ષા ગૉલ્ડ માટે થવાની છે. આજે ફાઇનલ મેચમાં ગૉલ્ડ માટે ગૉલ્ડન લડાઇ (INDW vs AUSW, Final Gold Medal Match) ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો વચ્ચે જોવા મળશે. આંકડા પ્રમાણે જોઇએ તો ભારતીય ટીમ પર ખરાખરીનાં જંગમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ હાવી રહી છે, પરંતુ આ વખતે સેમિ ફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમને 4 રનથી માત આપ્યા બાદ હરમનપ્રીતની ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમને છે. જોકે, આજે ફાઇનલ મેચમાં બન્ને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.


કૉમનવેલ્થ ગેમ્સ 2022ની વાત કરીએ તો -
આ ઇવેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક લીગ સ્ટેજ રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયન મહિલાઓ ભારતને માત આપી હતી. ભારત પાસે આજે ફાઇનલમાં આનો બદલો લઇને ગૉલ્ડ જીતવાનો બેસ્ટ મોકો છે. જાણો ક્યાંથી ને કેટલા વાગે ભારત અને ઓસ્ટ્રેલિયન મહિલાઓ વચ્ચેની ફાઇનલ મેચ જોઇ શકાશે લાઇવ. અહીં જુઓ......... 


ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે ગૉલ્ડ માટે ફાઇનલ - 


1. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની ફાઇનલ મેચ ક્યારે ને ક્યાં રમાશે ?
આ ગૉલ્ડ મેડલ મેચ આજે એટલે કે, 7 ઓગસ્ટ 2022એ રમાશે, બપોરે 9.30 વાગે શરૂ થશે, બર્મિંઘમના એડબેસ્ટૉન ગ્રાઉન્ડમાં રમાશે.


2. ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમોની મેચ કઇ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે ?
આજની ગૉલ્ડન ફાઇનલ મેચ સોની ટેન -1 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. 


3. શું મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે ?
જી હા, ગૉલ્ડ મેડલ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર જોઇ શકાશે. 


ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ મેચોના હેડ ટૂ હેડ આંકડા - 
ટી20 આંતરરાષ્ટ્રીય મેચોના મહિલા કિકેટમાં રેકોર્ડ જોઇએ તો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે નબળી સાબિત થઇ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બન્ને ટીમો મજબૂત છે, પરંતુ દરેક વખતે ઓસ્ટ્રેલિયા ખરાખરીના મુકાબલામા ભારતને માત આપે છે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી 24 ટી20 મેચો રમાઇ છે. આમાં ભારતીય મહિલા ટીમ માત્ર 6 જ મેચો જીતી શકી છે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 3 ગણી વધુ મેચો એટલે કે 17 મેચો જીતી છે. એક મેચનુ રિઝલ્ટ નથી આવ્યુ. આમ જોઇએ તો આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ઓસ્ટ્રેલિયા ભારત પર હાવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 1998માં પુરુષ ક્રિકેટને આ ગેમ્સમાં જગ્યા મળી હતી, તે સમયે ભારત મેડલ ન હતુ જીતી શક્યુ. 


 


આ પણ વાંચો....... 


સૌરાષ્ટ્રમાં મેઘમહેર: અમરેલી, જુનાગઢ, ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ


રાજ્યમાં આગામી 5 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?


PSI transfer: રાજ્યમાં 192 PSIની બઢતી સાથે કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા


કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી દીકરીઓએ દેશને અપાવ્યું ગૌરવ, PM મોદીએ પાઠવી શુભેચ્છા


નિલા સ્પેસીસ મેટાવર્સની મદદથી ગિફ્ટ સિટી ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્યદર્શન કરાવ્યું


Police Complaint: ગુજરાત કોંગ્રેસના આ બે નેતાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ