શ્રીલંકા ક્રિકેટના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું- અમે તેમની શરતો પર સહમતી ન હતા દર્શાવી શકતા હતા, એટલે તેને રાજીનામુ આપી દીધુ. એસએલસીના નિવેદનમાં કહેવામાં આવ્યુ- આ નિરાશાજનક છે કે દુનિયાભરમાં જે રીતનો આર્થિક માહોલ છે, તેને ધ્યાનમાં રાખતા ચામિન્ડા વાસે પોતાના ખાનગી નાણાંકીય ફાયદા માટે ટીમના રવાના થવાની પૂર્વ સંધ્યાએ અચાનક અને આ રીતે ગેરજવાબદારી પૂર્વક પગલુ ભર્યુ.
તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચામિન્ડા વાસને ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ સેકેરની જગ્યાએ ફાસ્ટ બૉલિંગ કૉચ નિયુક્ત કરવામાં આવ્યો હતો.
(પ્રતિકાત્મક તસવીર)
વાસને કાલે વેસ્ટ ઇન્ડિઝ રવાના થવાનુ હતુ....
વાસને ત્રણ ટી20 અને ત્રણ વનડે આંતરરાષ્ટ્રીય મેચોની સીરીઝ ઉપરાંત બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે સોમવારે ટીમની સાથે વેસ્ટ ઇન્ડિઝ રવાના થવાનુ હતુ. બોર્ડના અધિકારીઓએ જણાવ્યુ કે દેશાના ટૉપ ફાસ્ટ બૉલરોમાં સામેલ રહી ચૂકેલા ચામિન્ડા વાસે એસએલસી એકેડેમીના કૉચ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.