ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનુ ફાસ્ટ બૉલિંગ કૉમ્બિનેશન છેલ્લા થોડાક સમયમાં બદલાતુ રહે છે, કેમકે મોટા ભાગના પેસ બૉલર ઇજાના કારણે બહાર છે, જેમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર સામેલ છે. આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.
રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.
ડે-નાઇટ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ભારતીય ટીમ-
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ.