ICC Champions Trophy All You Need To Know: ચેમ્પિયન્સ ટ્રોફી (Champions Trophy 2025) 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન સહિત 8 મોટી ટીમો ટાઈટલ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે, ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમશે. તેથી, 23મી ફેબ્રુઆરીએ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સૌથી ચર્ચિત મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જો ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કપ્તાનીમાં ફાઇનલમાં પહોંચે છે તો ટાઈટલ મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સુક છે. ભૂતપૂર્વ દિગ્ગજો આગાહી કરી રહ્યા છે કે કઈ ટોચની 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઈનલમાં પહોંચી શકે છે અથવા કઈ ટીમ ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. દરેક વ્યક્તિ 23મી ફેબ્રુઆરીની રાહ જોઈ રહી છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ ટીમોએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. અહીં તમને તમામ ટીમો વિશે માહિતી આપવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીના સંપૂર્ણ શેડ્યૂલની સાથે, અહીં તમને ચેમ્પિયન્સ ટ્રોફી સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સામેલ ટીમો
ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા.
ચેમ્પિયન્સ ટ્રોફી કયા ફોર્મેટમાં રમાશે ?
ચેમ્પિયન્સ ટ્રોફી ODI ફોર્મેટ (50-50 ઓવર)માં રમાય છે.
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે ?
ચેમ્પિયન્સ ટ્રોફીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતમાં ક્યાં લાઈવ સ્ટ્રીમ થશે ?
ડિઝની પ્લસ હોટસ્ટાર પર ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સ્થળો
ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે, પરંતુ બીસીસીઆઈએ સુરક્ષા કારણોસર પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે, જો ભારત ફાઇનલમાં નહીં પહોંચે તો ટાઈટલ મેચ લાહોર (ગદ્દાફી સ્ટેડિયમ)માં રમાશે. જો ભારત ફાઈનલમાં જશે તો ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાઓની યાદી
1998 - દક્ષિણ આફ્રિકા
2000 - ન્યુઝીલેન્ડ
2002 - ભારત અને શ્રીલંકા
2004 - વેસ્ટ ઈન્ડિઝ
2006 - ઓસ્ટ્રેલિયા
2009 - ઓસ્ટ્રેલિયા
2013 - ભારત
2017 - પાકિસ્તાન
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનું શેડ્યૂલ
ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
ટીમો - ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ
સમય - બપોરે 2:30 થી
સ્થળ - દુબઈ નેશનલ સ્ટેડિયમ, દુબઈ
રવિવાર, 23 ફેબ્રુઆરી 2025
ટીમો - ભારત વિરુદ્ધ પાકિસ્તાન
સમય - બપોરે 2:30 થી
સ્થળ - દુબઈ નેશનલ સ્ટેડિયમ, દુબઈ
રવિવાર, માર્ચ 2, 2025
ટીમો - ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ
સમય - બપોરે 2:30 થી
સ્થળ - દુબઈ નેશનલ સ્ટેડિયમ, દુબઈ
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ A ની તમામ ટીમની સ્કવોડ
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.
બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), સૌમ્યા સરકાર, તંજીદ હસન, તૌહીદ હ્રદોય, મુશફિકુર રહીમ, એમડી મહમૂદ ઉલ્લાહ, ઝેકર અલી અનિક, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન ઈમોન, નસુમ અહેમદ, તંજીમ હસન સાકિબ, નાહિદ રાણા.
ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચૈપમૈન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મૈટ હેનરી, ટોમ લૈથમ, ડેરીલ મિશેલ, વિલ ઓ'રુર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ.
પાકિસ્તાનઃ મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), બાબર આઝમ, ફખર ઝમાન, કામરાન ગુલામ, સઈદ શકીલ, તૈયબ તાહિર, ફહીમ અશરફ, ખુશદિલ શાહ, સલમાન અલી આગા, ઉસ્માન ખાન, અબરાર અહેમદ, હરિસ રઉફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી.
ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ Bની તમામ ટીમોની સ્ક્વોડ
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ જાદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નાવિદ જાદરાન.
ટ્રાવેલિંગ રિઝર્વ: દરવિશ રસૂલી, નાંગ્યાલ ખરોતી, બિલાલ સામી
ઈંગ્લેન્ડઃ જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, હેરી બ્રૂક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
ઈંગ્લેન્ડના જેકબ બેથેલના રિપ્લેસમેન્ટની જાહેરાત હજુ બાકી છે.
ઑસ્ટ્રેલિયા: એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા*
*ઓસ્ટ્રેલિયાએ 4 ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવાવી છે.
દક્ષિણ આફ્રિકા: તેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોરજી, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી એનગિડી, કાગીસો રબાડા, રેયાન રિકેલટ, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વૈન ડેર ડુસેન, કોર્બિન બોશ.
ટ્રાવેલિંગ રિઝર્વ: ક્વૈના મફાકા
