IND Vs ENG 3rd ODI Live Streaming And Telecast Detail: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની વન-ડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ આવતીકાલે એટલે કે બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ રમાશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પહેલી બે મેચ જીતીને 2-0 ની અજેય લીડ મેળવી લીધી છે. હવે ઇંગ્લિશ ટીમ ત્રીજી મેચ જીતીને ક્લીન સ્વીપથી પોતાને બચાવશે. ટીમ ઈન્ડિયા મેચ જીતીને ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરવા માંગશે. તમે આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકો છો.
ત્રીજી વનડે મેચ ક્યાં રમાશે?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ રમાશે. ભારતીય સમય મુજબ, મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
ટીવી પર લાઈવ ક્યાં જોવું?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા કરવામાં આવશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 108 વનડે મેચ રમાઈ છે. ભારતીય ટીમે 59 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લિશ ટીમે 44 મેચ જીતી છે. આ ઉપરાંત બંને વચ્ચે 3 મેચ અનિર્ણિત રહી હતી અને 2 મેચ ટાઇમાં સમાપ્ત થઈ હતી.
વન-ડે સીરિઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
વન-ડે સીરિઝ માટે ઇંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ.
PHOTOS: ઇગ્લેન્ડ સામે અંતિમ વન-ડે રમવા અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, જુઓ તસવીરો