Champions Trophy 2025:


Champions Trophy 2025 PCB And Indian Cricket Team: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર લટકતી તલવાર દૂર થઈ રહી નથી. પાકિસ્તાન ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ વાતને ધ્યાનમાં રાખીને ટુનામેન્ટની તૈયારી કરી રહ્યું છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા આવશે.


આ મહિનાની શરૂઆતમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાનનો પ્રવાસ સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે. જો કે, તેમ છતાં પાકિસ્તાન કોઈ પણ પ્રકારના પ્લાન 'બી' તરફ જોઈ રહ્યું નથી.


જે રીતે 2023માં રમાયેલ એશિયા કપ હાઇબ્રિડ મોડલમાં યોજાયો હતો, પાકિસ્તાન આવી કોઈ યોજના બનાવી રહ્યું નથી. નોંધનીય છે કે પાકિસ્તાન એશિયા કપ 2023 ની પણ મેજબાની કરી રહ્યું હતું, પરંતુ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન ગઈ ન હતી. ટીમ ઈન્ડિયાના ઈનકાર બાદ એશિયા કપનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. આ ઉપરાંત એશિયા કપની નોકઆઉટ મેચો પણ શ્રીલંકામાં રમાઈ હતી.


પરંતુ પાકિસ્તાન ક્રિકેટના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાન બોર્ડ કોઈપણ પ્રકારનો પ્લાન 'બી' તૈયાર કર્યો નથી. પાકિસ્તાન બોર્ડને આશા છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. પાકિસ્તાન બોર્ડે હાઈબ્રિડ મોડલ અપનાવવાનો ઈનકાર કરી દીધો છે.


રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન બોર્ડ અન્ય કોઈ દેશ સાથે હાઈબ્રિડ મોડલની વાત પણ નથી કરી રહ્યું, જેથી ભારતીય ટીમ ટૂર્નામેન્ટ મેચ અન્ય સ્થળે રમી શકે, જેમ કે એશિયા કપ 2023માં થયું હતું. પાકિસ્તાનની તૈયારીઓ અનુસાર ટીમ ઈન્ડિયાએ લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવાની છે.


જો કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે હાઈબ્રિડ મોડલ અપનાવવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.