Cheteshwar Pujara: ચેતેશ્વર પુજારાએ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસીની દાવેદારી મજબૂત કરી છે. પુજારાએ શાનદાર બેટિંગ કરતાં આઝે સસેક્સ માટે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં બીજી સદી ફટકારી હતી. પુજારાએ વોસ્ટરશાયર સામે રમાઈ રહેલા મુકાબલાના ત્રીજા દિવસે સદી પૂરી કરી. 206 બોલનો સામનો કરતાં 16 ચોગ્ગાની મદદથી 109 રનની ઈનિંગ રમી હતી. પુજારાએ 184 બોલમાં સદી પુરી કરી હતી.


પુજારાએ સંભાળી ઈનિંગ


વોસ્ટરશાયરે પ્રથમ ઈનિંગમાં 491 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સેસેક્સે 2 વિકેટ માત્ર 34 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. જે બાદ પુજારાએ ઈનિંગને સંભાળી અને ટોમ ક્લાર્ક સાથે મળીને ત્રીજી વિકેટ માટે 121 રન ઉમેર્યા હતા.


ખરાબ ફોર્મના કારણે થઈ હતી ટીમ ઈન્ડિયામાં હકાલપટ્ટી


ખરાબ ફોર્મના કારણે પુજારાની ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેને શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝમાં મોકો આપવામાં આવ્યો નહોતો. સતત બે મોટી ઈનિંગ સાથે પુજારાએ વાપસી માટે દાવેદારી મજબૂત કરી છે. તેની સાથે સેસેક્સ માટે ડેબ્યૂ કરનારો પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન હજુ સુધી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. તે આ મુકાબલામાં ખાતું પણ ખોલી શક્યો નહોતો. પ્રથમ મેચમાં માત્ર 22 રન બનાવી શક્યો હતો.


પુજારાએ આ પહેલા સસેક્સ તરફથી ડેબ્યૂ કરતાં ડર્બીશાયર સામે બેવડી સદી મારી હતી. કાઉન્ટી ક્રિકેટમાં બેવડી સદી મારનારો તે મોહમ્મદ અઝહરુદીન બાદ બીજો ખેલાડી બન્યો હતો.




આ પણ વાંચોઃ


IPL 2022, KKR vs GT:  અય્યર મારી પ્રપોઝલ સ્વીકારશે તો હું મારું નામ બદલીને બબીતા કરી દઈશ, ફેન ગર્લનું પોસ્ટર વાયરલ


Coronavirus: ફરી જીવલેણ થયો કોરોનાઃ દૈનિક મોતના મામલે ફરી ટોપ-20માં ભારત, અઠવાડિયામાં ચાર ગણો થયો વધારો