નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પર કેરેબિયન વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ ભડક્યો છે, ગેલે ચહલની હરકતોને લઇને તેને સોશ્યલ મીડિયામાં બ્લૉક કરવાની ધમકી પણ આપી દીધી છે.
સામાન્ય રીતે ચહલ પોતાના વીડિયોને લઇને ફેન્સની વચ્ચે ખુબ લોકપ્રિય બન્યો છે. ચહલ અવારનવાર પોતાના સાથીઓ સાથે મજાક મસ્તી કરીને વીડિયો બનાવતો હોય છે. પણ ગેલે ચહલથી પરેશાન થઇ ગયો છે અને તેને બ્લૉક કરવાની ધમકી પણ આપી દીધી છે.
લૉકડાઉન દરમિયાન ચહલ કન્ટીન્યૂ પોતાના વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર પૉસ્ટ કરી રહ્યો છે. વળી કેટલાક ફેન્સને આ ખુબ ગમ્યા તો સાથી ક્રિકેટરોએ તેની મજાક ઉડાવી રહ્યાં છે.
ગેલે ઇન્સ્ટાગ્રામના એક લાઇવ સેશનમાં ચહલને મજાકિયા અંદાજમાં ધમકી આપી, અને કહ્યું તે સોશ્યલ મીડિયા પોતાની હરકતોથી બહુ પરેશાન કરી રહ્યો છે.
ગેલે કહ્યું હું ટિકટૉકને કહેવાનો છું કે તને બ્લૉક કરી દે. અસલમાં તુ સોશ્યલ મીડિયા પર બહુ પકાવે છે. તારે અત્યારે સોશ્યલ મીડિયાથી દુર થવાની જરૂર છે. અમે તારાથી થાકી ગયા છીએ. હું જિંદગીમાં ફરીથી તને જોવા નથી માંગતો, હું બ્લૉક કરવાનો છું.
સોશ્યલ મીડિયા પર યુજવેન્દ્ર ચહલથી કંટાળી ગયો ગેલ, બ્લૉક કરવાની આપી ધમકી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2020 12:35 PM (IST)
લૉકડાઉન દરમિયાન ચહલ કન્ટીન્યૂ પોતાના વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ટિકટૉક પર પૉસ્ટ કરી રહ્યો છે. વળી કેટલાક ફેન્સને આ ખુબ ગમ્યા તો સાથી ક્રિકેટરોએ તેની મજાક ઉડાવી રહ્યાં છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -