ઢાકાઃ સાઉથ આફ્રિકા ટીમના પૂર્વ બેટ્સમેન હર્ષલ ગિબ્સ હાલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ટીમ સિલહટ થન્ડરના કૉચ છે. તેમની ટીમ લીગમાં સતત હારી રહી છે, હજુ સુધી માત્ર એક જ મેચ જીતી શકી છે. હારના સિલસિલામાં હર્ષલ ગિબ્સે મોટો ખુલાસો કર્યો છે, તેમણે બાંગ્લાદેશી ક્રિકેટરો સાથે વાતચીત કરવામાં પરેશાન થઇ રહી છે, કેમકે બાંગ્લાદેશી ખેલાડીઓને ઇંગ્લિશ નથી આવડતુ.


પૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર હર્ષલ ગિબ્સે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કરતાં કહ્યું કે, તે હાલ તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ફ્રેન્ચાઇજી સિલહટ થન્ડરના કૉચ છે, કૉચિંગ આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મોટા ભાગના લૉકલ ખેલાડીઓ ઇંગ્લિશ નથી સમજતા, જે મારા માટે મુશ્કેલી પેદા કરે છે.

ગિબ્સે આગળ કહ્યું કે, જ્યારે હુ તેમની સાથે વાતચીત કરુ છુ તો તેઓ મારી સામે જોઇ રહે છે, તેઓ બધુ સાંભળે છે પણ સમજતા નથી. મને લાગે છે કે આ મુદ્દે સુધારો કરવાની ખુબ જરૂર છે.



ગિબ્સે રુબેલનુ ઉદાહરણ આપતા કહ્યું કે, મેચમાં જ્યારે રુબેલ મિયાં બેટિંગ કરી રહ્યો હતો, તે 28 બૉલમાં 14 રન બનાવી શક્યો હતો. હુ ટાઇમ આઉટ દરમિયાન મેદાન પર ગયો અને મે તેણે કહ્યું - what happening… (શું થઇ રહ્યુ છે?) તે 28 બૉલમાં માત્ર 14 રન જ બનાવ્યા છે? રુબેલ મિયાંએ જવાબમાં મને માત્ર પોતાનુ માથુ હલાવ્યુ હતુ. જોકે, આ ભુલ નથી પણ વાસ્તવિકતા છે.