નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ફેશન અને સ્ટાઇલની ચર્ચા થતી રહે છે, તો પછી આમાં ટીમ ઇન્ડિયા કેમ પાછળ રહે. કેપ્ટન કોહલી સ્ટાઇલ અને ફેશનમાં પણ ટૉપ પર છે, ખાસ કરીને પોતાની હેરસ્ટાઇલને લઇને. હવે કેપ્ટન કોહલી નવા વર્ષે નવી હેર સ્ટાઇલ સાથે મેદાનમાં ઉતરવાનો છે.

એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પરથી આ વાત સામે આવી છે. તસવીરમાં વિરાટ કોહલી હેર સ્ટાઇલિસ્ટ આલિમ હકીમની સાથે દેખાઇ રહ્યો છે. આ કોહલીની હેર કટ બાદની તસવીર છે. જે કોહલીના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. કોહલીએ સ્ટૉરી શેર કરીને આલિમ હકીમનો આભાર પણ માન્યો હતો. કોહલીના આ હેરકટ ટ્રેન્ડ બની શકે છે.


ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આગામી 5 જાન્યુઆરીએ રવિવારે શ્રીલંકા સામે ટી20 સીરીઝની પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરવાની છે. તે સમયે કોહલીની આ નવી હેરકટ બધાને જોવા મળી શકે છે.



કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે નવુ વર્ષ સ્વિત્ઝર્લેન્ડમાં મનાવ્યુ હતુ. કોહલીએ પત્ની સાથેની કેટલીક તસવીરો પણ ત્યાંથી શેર કરી હતી.