જોહાનિસબર્ગઃ આગામી ટી20 વર્લ્ડકપને લઇને સાઉથ આફ્રિકન કૉચ માર્ક બાઉચરે મોટુ નિવેદન આપ્યુ છે, આ નિવેદન એબી ડિવિલિયર્સની વાપસીને લઇને છે. ઇંગ્લેન્ડ સામે મળેલી કારમી હાર બાદ બાઉચરે ડિવિલિયર્સની વાપસીને પાક્કી કરી દીધી છે.

માર્ક બાઉચરે કહ્યું કે, જો એબી ડિવિલિયર્સ પોતાની જાતને પુરવાર કરશે, અને ટી20 વર્લ્ડકપ 2020 સમયે અવેલેબલ હશે તો આફ્રિકન ટીમમાં તેનો સમાવેશ થઇ શકે છે. બાઉચરના કહેવા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડકપમાં ડિવિલિયર્સ રમી શકે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાઉથ આફ્રિકન ટીમની ઇંગ્લેન્ડ સામે 3 મેચોની ટી20 સીરીઝમાં 2-1થી હાર થઇ છે. આ હાર બાદ ડિવિલિયર્સની વાપસી પાક્કી થઇ છે. બાઉચરે અગાઉ પણ ડિવિલિયર્સની વાપસીની ઇચ્છા વ્યક્ત કરી હતી.



પૂર્વ સાઉથ આફ્રિકન વિકેટકીપર માર્ક બાઉચરે કહ્યુ કે, એબી ડિવિલિયર્સ અમારા ટચમાં છે. તેને પણ સાર્વજનિક રીતે કબુલ કર્યુ છે કે તે સાઉથ આફ્રિકા તરફથી રમવા ઇચ્છે છે. મારી તેની સાથે વાત થઇ છે. જો તે રમવા ઇચ્છે તો ટી20 વર્લ્ડકપમાં આવી શકે છે.