રાંચીઃ વર્લ્ડકપ વિજેતા કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની હવે ફરીથી ક્રિકેટના મેદાન પર રમતો દેખાશે, ધોનીને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે, તે પ્રમાણે તે ક્રિકેટ રમતો દેખાશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 મહિનાથી એટલે કે વર્લ્ડકપ સેમિફાઇનલ બાદ વનડે ક્રિકેટથી દુર થઇ ગયેલા ધોની પર સન્યાસની ખબરો પણ આવી ચૂકી છે. જોકે, હવે રિપોર્ટ છે કે, તે આઠ મહિના બાદ એટલે કે 1લી માર્ચથી પ્રેક્ટિસ પર પરત ફરી રહ્યો છે.
ખાસ વાત છે કે ધોની 29 માર્ચે શરૂ થઇ રહેલી આઇપીએલ 2020માં વાપસી કરી રહ્યો છે, અહીં તે પોતાની ટીમ સીએસકે, ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનશી કરશે. જેને લઇને તેને ક્રિકેટના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવો પરત ફરી રહ્યો છે.
રિપોર્ટ છે કે, ધોની 1લી માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, બાદમાં ચાર-પાંચ દિવસની છુટ્ટી લેશે. બાદમાં આઇપીએલ શરૂ થયા પહેલા ટીમ સાથે જોડાઇ જશે. 29 ફેબ્રુઆરીએ ધોની ચેન્નાઇ પહોંચશે.
ધોનીએ બે વર્લ્ડકપ જીતાડ્યા છે ભારતને
મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ધૂરંધર કેપ્ટનોમાનો એક છે, ધોનીએ પોતાની કેપ્ટનશીપ કેરિયરમાં ભારતને બે-બે વર્લ્ડકપ અપાવ્યા છે. વર્ષ 2007માં પહેલો ટી20 વર્લ્ડકપ અને વર્ષ 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને અપાવ્યો હતો.
ધોનીની કરિયર પર એક નજર
ધોનીએ 2014માં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેણે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદીની મદદથી 4876 રન બનાવ્યા છે. ટેસ્ટમાં ધોનીનો શ્રેષ્ઠ સ્કોર 224 રન છે. 350 વન ડેમાં 84 વખત નોટઆઉટ રહીને ધોની 10773 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. વન ડે કરિયરમાં 87.6ના સ્ટ્રાઇક રેટથી રન બનાવનારા ધોનીનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 ટી-20માં ધોનીએ 126ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. જેમાંથી તે 42 વખત નોટઆઉટ રહ્યો છે અને સર્વોચ્ચ સ્કોર 56 રન છે.
મોટુ અપડેટઃ 8 મહિના બાદ ધોની ક્રિકેટના મેદાન પર કરી રહ્યો છે વાપસી, શરૂ કરશે પ્રેક્ટિસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 10:56 AM (IST)
રિપોર્ટ છે કે, ધોની 1લી માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, બાદમાં ચાર-પાંચ દિવસની છુટ્ટી લેશે. બાદમાં આઇપીએલ શરૂ થયા પહેલા ટીમ સાથે જોડાઇ જશે. 29 ફેબ્રુઆરીએ ધોની ચેન્નાઇ પહોંચશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -