નવી દિલ્હીઃ આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે, આ પહેલા બન્ને ટીમો વેલિંગટનમાં પહોંચી ગઇ છે, અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ખાસ વાત છે કે બન્ને ટીમોએ તાજેતરમાં રમાયેલી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં સારુ પ્રદર્શન કર્યુ હતુ અને સેમિ ફાઇનલમાં હારીને બહાર નીકળી ગઇ હતી. ટી20 વર્લ્કકપ બાદ બન્ને ટીમોની આ પહેલી સીરીઝ છે અને સીનિયર ખેલાડીઓ અને રેગ્યુલર કૉચ અને કેપ્ટનને આરામ આપવામાં આવ્યો છે, આવામાં ટીમના કૉચ તરીકે વીવીએસ લક્ષ્મણને જવાબદારી સોંપવામા આવી છે, સીરીઝ શરૂ થાય તે પહેલા વીવીએસ લક્ષ્મણે (VVS Laxman) મોટુ નિવેદન આપ્યુ છે. 


ભારતીય કૉચે ANI ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે, મારા હિસાબે ટી20 ક્રિકેટમાં ખુબ સ્વતંત્રતા અને વિચારોની સ્પષ્ટતાની સાથે રમવાની જરૂર છે. મારા આ ખેલાડીઓની સાથે જે પણ સમય વ્યતિત કર્યો છે અને તેમને શાનદાર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તરીકે વિકસીત થતા જોયા છે, મને લાગે છે કે આ તેમની તાકાત છે. લક્ષ્મણે કહ્યું કે સ્થિતિ અને પરિસ્થિતિ પર ધ્યાન આપીને રમવુ પડશે, તો જ જીત મળી શકશે. દરેકે રમવુ પડશે અને ટીમની જરૂરિયાતોને પુરી કરવી પડશે, મને લાગે છે કે લચીલાપન જરૂરી છે, પરંતુ ટી20 ક્રિકેટમાં તમારે ખુદને સાબિત કરવા પડે છે અને ત્યારે જ તમે સફળ થઇ શકો છો.




 


કેવી રહેશે હવામાન, વરસાદ પડશે કે નહીં ? 


હવામાન રિપોર્ટનું માનીએ તો, 18 નવેમ્બરે વેલિંગટનમાં છત્રી લઇને નીકળવી પડી શકે છે, મતલબ કે અહીં વરસાદની પુરેપુરી સંભાવના છે. શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ 22 ટાક વરસાદની અહીં સંભાવના છે, અને આ રાત્રે 10 વાગ્યા સુધી આ સંભાવના વધીને 76 ટકા થઇ જશે. 12 વાગ્યા બાદ વરસાદની વધુ સંભાવના છે. વળી, 10-15 કિલોમીટરની સ્પીડથી પવન પણ ફૂંકાશે, અને તાપમાન લગભગ 20 ડિગ્રી રહેશે. 


વરસાદમાં ધોવાઇ શકે છે મેચ -


વરસાની આ સંભાવના ભારતીય ટીમ અને ફેન્સ માટે ખુબ ખરાબ દેખાઇ રહી છે, વરસાદના કારણે આ મેચ ધોવાઇ શકે છે, ભારે વરસાદની સામે મેચ રદ્દ થવા સિવાય કોઇ ઓપ્શન નહીં બચી શકે. જોકે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ આ ટી20 સીરીઝને લઇને ખુબ ઉત્સાહિત છે.