મુંબઇઃ કોરોનાના કેર ક્રિકેટરથી લઇને હવે કૉચ સુધી પહોંચ્યો છે, બાંગ્લાદેશના ડેવલપમેન્ટ કૉચ અને પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અશીકુર રહેમાનને કોરોના પૉઝિટીવ આવ્યો છે.
અશીકુર રહેમાન મંગળવારે ખુલાસો કર્યો કે તે આ ખતરનાક વાયરસથી હાલ હૉસ્પીટલમાં દાખલ છે, અને સારવાર ચાલી રહી છે. સોમવારે આવેલા રિપોર્ટમાં અશીકુર રહેમાન કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા.
અશીકુર રહેમાને જણાવ્યુ કે, પહેલા તો મને ખબર ના પડી, મને લાગ્યુ કે સુજી ગયેલી ટોન્સિલ છે. પણ બાદમાં મને ગળામાં દુઃખાવો થયો અને પછી તાવવા લાગ્યો હતો. પછી થોડીવારમાં છાતીમાં દુઃખાવો શરૂ થઇ ગયો હતો. હું ગભરાઇ ગયો અને ડૉક્ટરો પાસે ટેસ્ટ કરાવવા ગયો હતો, ત્યાં મને કોરોના પૉઝિટીવ હોવાની ખબર પડી હતી.
અશીકુર રહેમાન પૂર્વ ફાસ્ટ બૉલર છે, તેને 15 ફર્સ્ટ ક્લાસ મેચ અને 18 લિસ્ટ એ મેચ રમી છે. રહેમાન વર્ષ 2002માં અંડર 19 વર્લ્ડકપ ટીમમાં પણ રમી ચૂક્યો છે, પણ સીનિયર ટીમમાં તેને ક્યારેય જગ્યા મળી શકી નહીં.
33 વર્ષીય અશીકુર રહેમાન બાંગ્લાદેસ મહિલા ટીમનો આસિસ્ટન્ટ કૉચ પણ રહી ચૂક્યો છે, અને હાલ બાંગ્લાદેશ ટીમના ડેવલપમેન્ટ કૉચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યો છે.
બાંગ્લાદેશ ટીમના કૉચને કોરોના પૉઝિટીવ આવતા સિટી હૉસ્પીટલમાં કરાયા ભરતી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 May 2020 03:04 PM (IST)
અશીકુર રહેમાન મંગળવારે ખુલાસો કર્યો કે તે આ ખતરનાક વાયરસથી હાલ હૉસ્પીટલમાં દાખલ છે, અને સારવાર ચાલી રહી છે. સોમવારે આવેલા રિપોર્ટમાં અશીકુર રહેમાન કોરોના પૉઝિટીવ નીકળ્યા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -