નવી દિલ્હીઃ કોરોનાની અસર હવે ક્રિકેટરો પર પણ પડવા માંડી છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કેન રિચર્ડસનને કોરોના પૉઝિટીવ આવતા જ અન્ય ક્રિકેટરો પણ સાવધાન થઇ ગયા છે. ઇંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર એલેક્સ હેલ્સને પણ હવે કોરોનાનો ડર સતાવી રહ્યો છે.

પાકિસ્તાનમાં પાકિસ્તાન ક્રિકેટ લીગ રમી રહેલા એલેક્સ હેલ્સને કોરોનાનો ડર લાગતા તે તાત્કાલિક ધોરણે આઇસૉલેશનમાં ભરતી થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પીસીએલ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ દાવો કર્યો હતો કે ઇંગ્લેન્ડના ક્રિકેટર એલેક્સ હેલ્સે કોરોના થયો છે. જોકે, ચાલુ મેચ દરમિયાન એલેક્સ હેલ્સને તાવ અને ઉધરસ થઇ હતી. રાજાએ ને કોરોનાના લક્ષણો ગણાવ્યા હતા.



બાદમાં એલેક્સ હેલ્સ અડધેથી પીસીએલની મેચો છોડીને સ્વદેશ ઇંગ્લેન્ડ પરત ફર્યો હતો, અને લંડનમાં જઇને જાતે જ આઇસૉલેશનમાં ભરતી થઇ ગયો હતો. જોકે, બાદમાં એલેક્સ હેલ્સે ખુલાસો કર્યો હતો કે તે કોરોનાથી સંક્રમિત નથી.



એલેક્સ હેલ્સે એક સોશ્યલ મીડિયા પૉસ્ટ કરીને કહ્યું કે, મને તાવ અને ઉધરસ થઇ હતી, મેં કોરોના વાયરસનો ટેસ્ટ નથી કરાવ્યો પણ મને વિશ્વાસ છે કે હું પુરેપુરો ફિટ છુ.



નોંધનીય છે કે આ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેન રિચર્ડસન કોરોના પૉઝિટીવ આવ્યો હતો.