નવી દિલ્હીઃ 2019માં આવેલ ફિલ્મ ગલી બોયમાં એમસી શેરની ભૂમિકા ભજવનાર અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મેળવવાની સાથે આ વર્ષે અનેક એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.


ફિલ્માં જેટલા વખાણ રણવીર સિંહના થયા, એટલી જ ઓળખ સિદ્ધાંતને પણ મળી છે. પોતાની દમદાર અભિનયના સિદ્ધાંતના દર્શકો પર સારી છાપ છોડી છે, તેનો અંદાજ એનાથી લગાવી શકાય કે ખુદ યુવરાજ સિંહ ઇચ્છે છે કે તેની બાયોપિકમાં તેની ભૂમિકા સિદ્ધાંત નિભાવશે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન યુવરાજને પૂછવામાં આવ્યું કે તે પોતાની બાયોપિકમાં કોને જોવા માગે છે? તેના પર યુવરાજે હસતા કહ્યું કે, જો એવું થાય તો હું ખુદ જ મારી ભૂમિકા નિભાવીશ. પરંતુ આમ કરવું યોગ્ય નહીં રહે. પરંતુ ત્યાર બાદ યુવીએ કહ્યું કે આ નિર્ણય કરવો ડાયરેક્ટરનું કામ છે પરંતુ જો તેને પસંદગી કરવાની હોય તો તે સિદ્ધાંત ચતુર્વેદીને પસંદ કરશે.



આપણે જણાવી દઈએ કે યુવીનું જીવન પણ ખૂબ ઉતાર-ચઢાવવાળુ રહ્યું છે. ભારતને વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બનાવવા પાછળ યુવીની મહત્વની ભૂમિકા હતી. ટુર્નામેન્ટમાં યુવી મેન ઓફ ધ સીરીઝ રહ્યો હતો. ત્યાર બાદ યુવીને કેન્સર થયું હતું. કેન્સરની લડાઈ જીતી યુવી મેદાને પરત ફર્યો હતો. ટી20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ છગ્ગા યુવીએ ફટકાર્યા હતા. યુવરાજે જૂન 2019માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી.

સિદ્ધાંતની વર્કફ્રન્ટની વાત કરીએ તો, એવી માહિતી છે કે હાલ તે રાણી મુખર્જી સાથે ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ માં કામ કરી રહ્યો છે. ઉપરાંત દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.