નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે. ક્રિકેટના મહાકુંભ સમાન આઈપીએલની 13મી સીઝન કોરોના વાયરસને કારણે 29 માર્ચથી શરૂ થનારી આઈપીએલ 2020ને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં ગંભીર સ્થિતિને જોતાં આઈપીએલના આયોજન અંગે કંઈ કહી શકાય નહીં. આઈપીએલ સંકટના કારણે ભારતના મહાન કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટના મેદાન પર વાપસી પર પણ સવાલ ઉભા થયા છે.
ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જો કોરોના વાયરસના કારણે આઈપીએલની 13મી સીઝન રદ્દ કરવામાં આવે તો ધોનીની ટીમમાં વાપસીની સંભાવના ઘણી ઓછી થઈ જશે. ધોનીને તેનું ફોર્મ બતાવવાનો મોકો ન પણ મળે તેવું બંની શકે છે.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ બાદ પંતને ત્રણેય ફોર્મેટમાં મુખ્ય વિકેટકિપર બનાવવાનો ફેંસલો લીધો હતો. પરંતુ પંત ટીમની આશા પર ખરો ઉતરવામાં નિષ્ફળ રહ્યો. તેને જેટલા પણ મોકા આપ્યા તેમાં પરિપકવતા દાખવી નથી. પંતની નિષ્ફળતાને જોતા કોહલીએ કેએલ રાહુલને વિકેટકિપર તરીકે અજમાવ્યો. જે બાદ રાહુલ ઓપનિંગના બદલ મિડલ ઓર્ડરમાં મોકલવામાં આવ્યો અને હજુ સુધી તેમાં ખરો ઉતર્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝમાં તે મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. રાહુલના વિકેટકિપિંગને લઈ હજુ સુધી કોઈ મોટો સવાલ ઉભો થયો નથી.
ધોનીએ ટીમ ઈન્ડિયા તરફથી 98 ટી-20 મેચની 85 ઈનિંગમાં માત્ર બે અડધી સદી જ ફટકારી છે. ટી20 ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન જ છે. ઈન્ટનેશનલ ક્રિકેટમાં તેનો સ્ટ્રાઇક રેટ પણ 126નો જ છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે T20 વર્લ્ડકપને લઈ થઈ મોટી જાહેરાત, જાણો વિગત
ઈંગ્લેન્ડના ખેલાડીએ પાકિસ્તાનમાં ફેલાવ્યો કોરોના, PAKના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાનો સનસનીખેજ દાવો
ઈમરાન ખાને વ્યક્ત કરી લાચારી, કહ્યું- પાકિસ્તાન કોરોના વાયરસ રોકવા નથી સક્ષમ, પૂરતા સાધનો પણ નથી