અખ્તરના આ સૂચન સામે કે ભારતના મહાન કેપ્ટન કપિલદેવે આકરી પ્રતિક્રિયા આપી છે. કપિલદેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કોરોનાના રોગચાળા સામે લડવા માટે ભારત પાસે પૂરતાં નાણાં છે અને અમારે નાણાંની જરૂર નથી. કપિલે ઊમેર્યું કે, હાલની પરિસ્થિતિમાં તો પાંચ-છ મહિના માટે ક્રિકેટ અંગે વિચારવું પણ ના જોઈએ.
અખ્તરે કહ્યું હતુ કે, કોરોના સામે લડવા માટેનું ફંડ એકઠું કરવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના એક ચેરિટી ક્રિકેટ સિરીઝ રમાડવી જોઈએ. અખ્તરના વિચારને નકારી કાઢતાં કપિલે સ્પષ્ટપણે કહ્યું કે, હાલમાં તો ક્રિકેટ સિરીઝ રમાડવાનું શક્ય જ નથી. કપિલે કહ્યું કે, અખ્તર ગમે તે બોલી શકે છે, પણ આપણને કોરોના સામે લડવા માટે બીજાના ફંડની જરુરૂર નથી. આપણી પાસે પૂરતા પ્રમાણમાં નાણાંકીય ફંડ છે.
કપિલે દવે જણાવ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડે કોરોના સામે લડવા માટે રૂપિયા 51 કરોડનું ડોનેશન આપ્યું છે. જો જરુર પડે તો બીસીસીઆઈ વધુ દાન આપવા માટે પણ સક્ષમ છે ત્યારે ફંડ એકઠું કરવા માટે ક્રિકેટ સિરીઝ રમાડવાની જરૂર જણાતી નથી.