કોલંબોઃ સમગ્ર વિશ્વસમાં હાલ કોરોના કેર વર્તાવી રહ્યો છે, ભારતમાં પણ કોરોનાના કારણે મોટુ નુકશાન થઇ રહ્યું છે, આઇપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટને કોરોનાના કારણ રદ્દ કરવાની વાત ચાલી રહી છે, ત્યારે પાડોશી દેશ શ્રીલંકાએ બીસીસીઆઇને એક ખાસ ઓફર મોકલી છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને ઓફર મોકલી છે, SLCના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ પ્રસ્તાવ મોકલતા કહ્યું છે કે, તેમનુ બોર્ડ બીસીસીઆઇને આઇપીએલ 2020 રમાડવા-આયોજિત કરાવવા માટે પુરેપુરી સુવિધાઓ આપવા તૈયાર છે.

ગુરુવારે બીસીસીઆઇએ ભારતમાં કોરોનાના વધતા સંકટને લઇને કહ્યું હતું કે, સત્તાવાર રીતે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.



બીબીસીઆઇ દ્વારા કહેવાયુ છે કે ખેલાડીઓની સ્વસ્થતા, તબિયત સર્વોપરી છે, અને હાલ આઇપીએલ સ્થગિત કરી દેવામાં આવી છે, બીસીસીઆઇ, ફ્રેન્ચાઇઝી માલિકો, પ્રસારકો, સ્પોન્સરો અને તમામ સંબંધિત પક્ષોને સાથે મળીને આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં કોરોના વાયરસના કારણે ઓછુ નુકશાન પહોંચ્યુ છે, અહીં માત્ર 7 લોકોએ જ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.