નવી દિલ્હીઃ કોરોના કાળમાં હાલ આખી દુનિયા સ્થગિત થઇ ગઇ છે. આવામાં પૂર્વ ક્રિકેટર રિકી પોન્ટિંગએ સોશ્યલ મીડિયા પર એક એવો વીડિયો શેર કર્યો તે જેને સ્પીડ સાથે સરખાવવામાં આવ્યો છે. પોન્ટિંગે કહ્યું હાલ આખી દુનિયા ભલે અટકી હોય પણ મને એકસમયની ભયંકર સ્પીડ હજુ પણ યાદ આવે છે.

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાની કેરિયરની જુની યાદો વગોળતા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેને પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તરની પ્રસંશા કરી છે. પોન્ટિંગે કહ્યું મેં મારી જિંદગીમાં આનાથી ફાસ્ટ ઓવર નથી જોઇ, મને શોએબ અખ્તરના બૉલ જ ન હતા દેખાતા.પોન્ટિંગે શોએબ અખ્તરની એક ઓવરને પોતાની લાઇફની સૌથી ફાસ્ટ ઓવર ગણાવી હતી, અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો.



પોન્ટિંગે ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો, આમાં લખ્યુ કે જ્યારે એન્ડ્યૂ ફ્લિન્ટોફની ઓવરને બેસ્ટ ગણાવી તો લોકોએ મને કેટલાક સવાલો પુછ્યા એટલા માટે હું બતાવવા માંગુ છુ કે શોએબ અખ્તરની આ ઓવર મારી કેરિયરની ફાસ્ટેસ્ટ ઓવર હતી, મે આનાથી ફાસ્ટ બૉલિંગવાલી ઓવર ક્યારેયર નથી જોઇ.



પોન્ટિંગે શેર કરેલા આ વીડિયો વર્ષ 1999માં પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો છે.

રિકી પોન્ટિંગે કહ્યું આ સૌથી બેસ્ટ ઓવર હતી, જે મે ફેસ કરી હતી., એક ક્લાસિક રિવર્સ સ્વિંગ જેની સ્પીડ 90 મીલ પ્રતિકલાકથી પણ વધારે હતી.

રિકી પોન્ટિંગ