નવી દિલ્હીઃ કોરોના મહામારીની વચ્ચે હવે ભજ્જીએ આઇપીએલ રમાડવા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. દિગ્ગજ સ્પીનર ભજ્જીના મતે આઇપીએલ રમાવવી જોઇએ, ખાલી સ્ટેડિયમમાં રમાશે તો પણ તે આઇપીએલ ટૂર્નામેન્ટ રમવા માટે તૈયાર છે.
ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમનારા ભજ્જીએ તાજેતરમાં જ એક ક્રિકેટ શૉમાં આઇપીએલ અંગે પોતાના મત રજૂ કર્યો હતો. આ દરમિયાન હરભજને આઇપીએલ ક્યાં અને કેવી રીતે રમાડવી જોઇએ તે પણ જણાવ્યુ હતુ.
આઇપીએલ અંગે ભજ્જીએ કહ્યું હતુ કે દર્શકો મુખ્ય છે, પણ હાલ કોરોનાના કારણે ખાલી સ્ટેડિયમમાં પણ આઇપીએલનુ આયોજન થાય તો તે રમવા માટે તૈયાર છે, ભજ્જીએ છેલ્લા એક વર્ષથી ક્રિકેટ નથી રમી. ભજ્જીએ કહ્યું હવે બધા લોકો ઓનલાઇન થયા છે, ફેન્સ ઘરમાં બેસીને આઇપીએલનો આનંદ લઇ શકે છે.
જ્યાં આઇપીએલ રમાય ત્યાં હૉટલ અને ફ્લાઇટ્સને સેનિટાઇઝ કરીને આયોજન કરવાનુ યોગ્ય રહેશે. હું આઇપીએલની 17 મેચ (ફાઇનલ સાથે) રમવા માંગુ છુ.
કોરોનાની વચ્ચે આ ખેલાડીએ IPL રમાડવાની કરી વાત, બોલ્યો- હવે બધા ઓનલાઇન છે, દર્શકો વિના રમાડો મેચો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2020 03:28 PM (IST)
ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમનારા ભજ્જીએ તાજેતરમાં જ એક ક્રિકેટ શૉમાં આઇપીએલ અંગે પોતાના મત રજૂ કર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -