લોર્ડ્સમાં રમાયેલી વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝિલેન્ડને સુપર ઓવરમાં હરાવીને ઇગ્લેન્ડે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો. બટલરે જ સુપર ઓવરમાં ન્યૂઝિલેન્ડના બેટ્સમેનનને રન આઉટ કરી ટીમને જીત અપાવી હતી. આ ટી-શર્ટની હરાજી ઇબે પર કરવામાં આવશે. હરાજીમાં મળનારી રકમ રોયલ બ્રોમ્પટન અને હૈરીફિલ્ડ હોસ્પિટલને દાન આપવામાં આવશે. આ બંન્ને હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર થઇ રહી છે.
બટલરે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હું વર્લ્ડકપ ફાઇનલની પોતાની જર્સીની હરાજી કરી રહ્યો છું. હરાજીમાં મળનારી રકમ રોયલ બ્રોમ્પટન અને હૈરીફિલ્ડ હોસ્પિટલને દાન આપવામાં આવશે. ઇબે પર સતાવા પોસ્ટિંગમાં તેની શરૂઆતની કિંમત 10 હજાર પાઉન્ડ રાખવામાં આવી છે અને સાત દિવસ હરાજીનો સમય નક્કી થયો છે.