ભારતીય ઓપનર રોહિત શર્માએ કોરોનાવાઇરસ સામે લડવા માટે 80 લાખ રૂપિયા દાન કર્યા છે. રોહિત શર્માએ 45 લાખ રૂપિયા PM-CARES ફંડમાં અને 25 લાખ રૂપિયા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રિલીફ ફંડ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને આપ્યા છે.
રોહિત શર્માએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. રોહિત શર્માએ કહ્યું, આપણો દેશ ફરીથી પોતાના પગ પર ઉભો થાય. મેં મારુ કર્તવ્ય નિભાવતા PM-CARES ફંડમાં 45 લાખ, મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 25 લાખ અને 5-5 લાખ રૂપિયા ફિડિંગ ઇન્ડિયા અને વેલ્ફેર ઓફ સ્ટ્રીટ ડોગની સંસ્થાને દાન કર્યા છે.