KL Rahul West Indies vs India: ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે 29 જુલાઇથી પાંચ ટી20 મેચોની સીરીઝ શરૂ થઇ રહી છે. આ સીરીઝ પહેલા ભારતીય ટીમે માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ સીરીઝમા ભારતને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના અનુભવી ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે.
કેએલ રાહુલ 21 જુલાઇએ કોરોના પૉઝિટીવ થયો હતો, જોકે આને લઇને હજુ સુધી કોઇ અધિકારિક નિવેદન સામે નથી આવ્યુ અને ના કોઇ બીજા ખેલાડીને કેએલ રાહુલની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો.
કેએલ રાહુલ બ્રેક બાદ મેદાન પર વાપસી માટે તૈયાર થયો હતો, તેને જર્મનીમં હર્નિયાની સર્જરી કરાવી છે, આ પછી તે નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લૉરમાં તૈયારી કરી રહ્યો હતો, પરંતુ કૉવિડ 19 પૉઝિટીવ થવાના કારણે તેને ફરીથી આરામ પર મોકલી દેવામાં આવ્યો છે. જોકે આને લઇને હજુ સુધી બીસીસીઆઇએ કોઇ જાણકારી આપી નથી.
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના એક ખબર અનુસાર, બીસીસીઆઇના સુત્રએ કહ્યું કે- કેએલ રાહુલને હજુ આરામની જરૂર છે. તે પુરેપુરી રીતે સાજો નથી થયો, આવામાં તે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી20 સીરીઝમાંથી બહાર થઇ શકે છે. જો આમ બને છે તો તેની જગ્યાએ ઇશાન કિશન કે પછી ઋષભ પંતને ઓપનિંગમાં મોકો આપવામાં આવી શકે છે. હાલમાં કોઇ બીજા ખેલાડીને વેસ્ટ ઇન્ડિઝ મોકલવાનો સવાલ નથી.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો